• Home
  • News
  • કર્ણાટકના CM સિદ્ધારમૈયા જ બનશે, સાંજ સુધીમાં થશે જાહેરાત:સરકાર રચવાની ફોર્મ્યુલા પણ નક્કી, થોડા સમયમાં ડીકે-સિદ્ધારમૈયાની સોનિયા-રાહુલ સાથે મુલાકાત
post

ડીકેની સંગઠનાત્મક ક્ષમતાને જોતા તેમને મોટી જવાબદારી મળવાની ખાતરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-16 18:20:07

સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી સીએમ હશે. તેમના નામ પર સહમતી બની છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સાંજ સુધીમાં રાહુલ અને સોનિયાને મળશે. સોનિયા અત્યારે દિલ્હીમાં નથી. તે ટૂંક સમયમાં સિમલાથી દિલ્હી પહોંચવાનાં છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધીમાં જ સીએમ અંગે જાહેરાત થઈ શકે છે.

સાથે જ સરકાર બનાવવાની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે. માત્ર ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. ડીકે બપોરે એક વાગ્યે બેંગ્લોરથી દિલ્હી પહોંચ્યા. સિદ્ધારમૈયાને સોમવારે મોડી સાંજે જ હાઈકમાન્ડે બોલાવ્યા હતા.

ડીકે પીસીસી ચીફ રહેશે, ત્રણ વર્ષ પછી બનશે સીએમ

·         ડીકેની સંગઠનાત્મક ક્ષમતાને જોતા તેમને મોટી જવાબદારી મળવાની ખાતરી છે. તેમને ડેપ્યુટી સીએમ બનાવી શકાય છે અથવા તો પીસીસી ચીફ રહી શકે છે. તેમને મોટો પોર્ટફોલિયો પણ મળી શકે છે.

·         એવો પણ પ્રસ્તાવ છે કે સિદ્ધારમૈયા ત્રણ વર્ષ સુધી સીએમ રહે અને તે પછી ખુરશી ડીકે શિવકુમારને સોંપવામાં આવે. પરંતુ ડીકે ઈચ્છે છે કે આમાં કોઈ વિવાદ ન થવો જોઈએ. સિદ્ધારમૈયાએ પોતે નિયત સમયે ખુરશી છોડી દેવી તે બધું અગાઉથી નક્કી કરી લેવું જોઈએ.

રાહુલ ખડગેના ઘરે પહોંચ્યા
આ દરમિયાન રાહુલ ગાંધી બપોરે 12.30 વાગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા. પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષને મળ્યા હતા. તેમની વચ્ચે શું થયું, તે સામે આવ્યું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post