• Home
  • News
  • સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ 'યોદ્ધા' 8 ડિસેમ્બરે થશે રિલીઝ, કેટરીના કૈફ સાથે થશે ટક્કર
post

કેટરીના કૈફ અને વિજય સેતુપતિ સાથે ફિલ્મ મેરી ક્રિસમસમાં નજર આવવાના છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-03 17:27:06

મુંબઈ: સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની એક્ટિંગથી ચાહકોને દિવાના બનાવી લે છે. તેમની ફિલ્મ 'યોદ્ધા' ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલા આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી. હવે ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી છે. યોદ્ધામાં સિદ્ધાર્થની સાથે દિશા પટની અને રાશી ખન્ના લીડ રોલમાં નજર આવવાના છે. ફિલ્મમેકર કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટની જાણકારી આપી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા 8 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. કરણ જોહરે પોસ્ટ શેર કરતી વખતે લખ્યુ- અમે 8 ડિસેમ્બરે થિયેટર્સમાં લેન્ડ કરવા માટે તૈયાર છે. કરણ જોહરની આ પોસ્ટ પર ચાહકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યુ- ઓલ ધ બેસ્ટ કરણ.

મેરી ક્રિસમસ સાથે થશે ટક્કર

કેટરીના કૈફ અને વિજય સેતુપતિ સાથે ફિલ્મ મેરી ક્રિસમસમાં નજર આવવાના છે. પહેલા આ ફિલ્મ 23 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. આને 8 સપ્ટેમ્બર માટે શેડ્યૂલ કરવામાં આવી હતી. હવે આખરે ફિલ્મની સત્તાવાર એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. મેરી ક્રિસમસ 8 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. હવે કેટરીના અને સિદ્ધાર્થની ટક્કર થવાની છે. 

1-2 વખત નહીં ચાર વખત બદલાઈ રિલીઝ ડેટ

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધાની રિલીઝ ડેટ 1-2 વખત નહીં પરંતુ 4 વખત બદલાઈ છે. આ ફિલ્મને 15 ડિસેમ્બરે રિલીઝ કરવાનો પ્લાન કરવામાં આવી રહ્યો હતો પરંતુ શાહરૂખ ખાનની ડંકીથી એક અઠવાડિયા પહેલા રિલીઝ કરવાથી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર અસર થાત. જેના કારણે આને 8 ડિસેમ્બરે રિલીઝ કરવાનો પ્લાન કરવામાં આવ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધાને પુષ્કર ઓઝા અને સાગર આંબ્રેએ ડાયરેક્ટ કરી છે. કરણ જોહર, શશાંક ખૈતાન, અપૂર્વા મહેતાએ પ્રોડ્યૂસ કરી છે. 


adv

Related News

post
post
post
post
post
post
post