• Home
  • News
  • Sidharth Malhotra એ શેર કરી શહીદ કેપ્ટન વિક્રમ બત્રા સાથે જોડાયેલી યાદ, જોઈને ભરાઈ જશે આંખો
post

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની (Sidharth Malhotra) ફિલ્મ 'શેરશાહ'ને (Shershaah) લોકો અને ક્રિટિક્સ તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. કેપ્ટન વિક્રમ બત્રાની આ બાયોપિક ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-18 10:57:11

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની (Sidharth Malhotra) ફિલ્મ 'શેરશાહ'ને (Shershaah) લોકો અને ક્રિટિક્સ તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. કેપ્ટન વિક્રમ બત્રાની આ બાયોપિક ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ હતી અને રિલીઝ સાથે જ આ ફિલ્મ સુપરહિટ બની છે. સિદ્ધાર્થે ફિલ્મમાં શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી.

સિદ્ધાર્થે શેર કર્યો કેપ્ટન બત્રાનો પત્ર
ફિલ્મ રિલીઝ થયા બાદ તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ (Sidharth Malhotra) સમય કાઢી નવી દિલ્હી સ્થિત વોર મેમોરિયલમાં પહોંચ્યો અને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર તે પત્ર પણ શેર કર્યો જે વિક્રમ બત્રાએ (Vikram Batra) લખ્યો હતો. જ્યારે તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન યુદ્ધના મેદાનમાં હાજર હતા.

મોતથી 15 દિવસ પહેલા લખ્યો હતો આ પત્ર
આ પત્ર પર 23 જૂન, 1999 ની તારીખ લખેલી છે. આ ઠીક 15 દિવસ પહેલાની વાત છે જ્યારે કેપ્ટન વિક્રમ બત્રાએ (Vikram Batra) દેશની રક્ષા માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમના પત્રમાં વિક્રમ બત્રાએ લખ્યું હતું કે, 'હું તમને આ પત્ર પોઈન્ટ 5140 થી લખી રહ્યો છું, જેના વિશે તમારે રોજ સમાચારમાં સાંભળવું જોઈએ. હા, તમને એ જાણીને આનંદ થશે કે અમે તેના પર કબજો કરી લીધો છે.


જ્યારે વિક્રમને મળ્યો હતો કેપ્ટનનો હોદ્દો 
પત્રમાં કેપ્ટન બત્રાએ (Vikram Batra) લખ્યું, 'લેફ્ટનન્ટ જામવાલ અને મેં તેના પર હુમલો કર્યો હતો અને પાકિસ્તાનીઓને મારીને તેના પર કબજો કરી લીધો હતો. સમગ્ર બટાલિયન અમારા પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે અને અમારું નામ મહાવીર ચક્ર માટે મોકલવામાં આવ્યું છે. આ સાથે મને કેપ્ટનનો હોદ્દો પણ મળ્યો છે. સ્વાભાવિક છે કે વિક્રમ બત્રા આ દિવસે ખૂબ જ ખુશ હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post