• Home
  • News
  • સિદ્ધુ બન્યા કેદી નંબર 241383:સિદ્ધુ જમ્યા નહીં, માત્ર સલાડ અને ફ્રૂટ ખાધું, જાણો કેવી રીતે પસાર થઈ જેલમાં પહેલી રાત; મર્ડર કેસના 8 કેદી સાથે રહેશે
post

પટિયાલા જેલની બેરેક નંબર 10 બન્યું સિદ્ધુનું નવું સરનામું

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-21 17:52:24

નવી દિલ્લી: રોડ રેઝ કેસમાં પટિયાલા સેન્ટ્રલ જેલ ગયેલા નવજોત સિંહ સિદ્ધુની નવી ઓળખ હવે કેદી નંબર 241383 થઈ ગઈ છે. જેલમાં સિદ્ધુને બેરેક નંબર 10માં રાખવામાં આવ્યા છે. અહીં તેઓ મર્ડરના 8 આરોપી કેદી સાથે રહેશે. સિદ્ધુએ શુક્રવારે સાંજે પટિયાલા સેશન્સ કોર્ટમાં સરન્ડર કર્યું હતું. ત્યાં જ મેડિકલ ટેસ્ટ પછી તેમને જેલ મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધુ કાલે સાંજે જેલમાં જમ્યા નહોતા, પરંતુ સાંજે તેમણે જેલમાં કંઈક દવાઓ લીધી હતી.

સિદ્ધુને ડિનરમાં આપી હતી દાળ-રોટી
સિદ્ધુને શુક્રવારે સાંજે 7 વાગે જેલ મેન્યુઅલ નિયમ પ્રમાણે, દાળ-રોટી જમવામાં આવી હતી. જોકે તેમણે તબિયતની વાત કરીને એ ખાવાની ના પાડી દીધી હતી. તેમણે માત્ર સલાડ અને ફ્રૂટ ખાધું હતું. સિદ્ધુના કટ્ટર વિરોધી વિક્રમ મજેઠિયાનું બેરેક પણ સિદ્ધુથી 500 મીટરના અંતરે જ છે. મજેઠિયા બેરેક નંબર 11માં છે. તેઓ ડ્રગ્સ કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે. સિદ્ધુ અને મજેઠિયાનાં બેરેકની બહાર સિક્યોરિટી પણ તહેનાત કરવામાં આવી છે.

સિદ્ધુને મળ્યો આ સામાન
જેલની અંદર સિદ્ધુને કેદીઓવાળા સફેદ કપડાં જ પહેરવાં પડશે. સિદ્ધુને જેલમાં એક ખુરશી-ટેબલ, એક કબાટ, 2 પાઘડી, એક બ્લેન્કેટ, એક પથારી, 2 ટોવેલ, એક મચ્છરદાની, એક ડાયરી-પેન, એક જોડી ચંપલ, 2 બેડશિટ, 2 કુશન અને 4 જોડી કુર્તા-પાયજામા આપવામાં આવ્યાં છે.

સિદ્ધુને ઘઉંની એલર્જી, સ્પેશિયલ ડાયટની ડિમાન્ડ કરી
સિદ્ધુને લિવરની તકલીફ છે. એ સિવાય તેમના પગમાં પણ બેલ્ટ પણ બાંધવામાં આવ્યા છે. સિદ્ધુના મીડિયા સલાહકાર સુરિંદર ડલ્લાએ કહ્યું હતું કે સિદ્ધુને ઘઉંની એલર્જી છે. તેઓ ઘઉંની રોટલી નથી ખાઈ શકતા. તેથી તેમને સ્પેશિયલ ડાયટની માગણી કરી છે. એ વિશે તેમણે ગઈકાલે મેડિકલ દરમિયાન પણ માહિતી આપી છે.

સિદ્ધુની દિનચર્યા આવી રહેશે
સિદ્ધુનો જેલમાં દિવસ સવારે 5 વાગે શરૂ થશે. સવારે 7 વાગે ચા સાથે બિસ્કિટ અથવા કાળા ચણા નાસ્તામાં આપવામાં આવશે. ત્યાર પછી સવારે 8.30 વાગે જમવાનું મળશે, જેમાં દાળ અને રોટલી અથવા દાળ-શાક મળશે. ત્યાર પછી તેમને ફેક્ટરીમાં કામ કરવા લઈ જવાશે. ત્યાં તેમણે આખો દિવસ કામ કરવાનું રહેશે. સાંજે 5 વાગે તેઓ ફેક્ટરીથી છૂટશે. સાંજે 6 વાગે તેમને સાંજનું જમવાનું મળશે. સાંજે 7 વાગે ફરી બેરેકમાં બંધ કરી દેવાશે. અહીં ફેકટરીમાં કામ કરવાના સિદ્ધુને રોજના 40થી 60 રૂપિયા મળશે. જોકે પહેલા 3 મહિના તેમને પ્રશિક્ષિત કરવામાં આવશે. તેથી પહેલા 3 મહિના સિદ્ધુને કોઈ આવક થશે નહીં. ત્યાર પછી તેઓ રોજના રૂ. 40થી 60 સુધીની કમાણી કરી શકે છે.

સિદ્ધુ પાસેથી માગ્યા 5 નંબર
જેલ પ્રશાસને સિદ્ધુને કહ્યું હતું કે તેઓ કોઈપણ 5 નંબર આપી શકે છે. જેલમાં બંધ કેદીને પ્રશાસન ફોન કરવાની સુવિધા આપે છે. કેદી તેમને જ ફોન કરી શકે છે જેમના નંબર જેલ પ્રશાસનને આપવામાં આવ્યા હોય. કેદીએ પ્રશાસનને જે નંબર ના આપ્યા હોય એ નંબર પર ફોન કરવાની સુવિધા મળતી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post