• Home
  • News
  • વૈશ્વિક સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં તેજીની સર્કિટ, ચાંદી બે દિવસમાં રૂ. 6300 વધી રૂ. 59000 થઇ, સોનું રેકોર્ડ રૂ. 51900
post

વર્ષાન્ત સુધીમાં ચાંદી 70000, સોનું 55000 કુદાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-23 09:02:35

અમદાવાદ: સોના-ચાંદીમાં તેજીનો સટ્ટો જામ્યો છે. હંજફંડોની આક્રમક ખરીદીના કારણે ચાંદી બે દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સરેરાશ 10 ટકાથી વધુ ઉછળી 22 ડોલરની સપાટી ઉપર ક્વોટ પહોંચી છે જેના પગલે અમદાવાદમાં બે વધુ 3700 ઉછળી 59000ની સપાટી ઉપર ક્વોટ થઇ રહી છે. બે દિવસમાં ઝડપી 6300 વધી છે. જ્યારે સોનું દોઢ માસ બાદ એકદિવસીય ઝડપી રૂ.900 વધી રેકોર્ડ બ્રેક 52000ની નજીક 51900 બોલાઇ ગયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી જળવાઇ રહેતા સ્થાનિકમાં દૈનિક ધોરણે સોનામાં નવી ઉંચાઇ જોવા રહી છે. હાજર બજારની સાથે વાયદામાં તોફાની તેજી જોવા મળી છે. ચાંદી વાયદામાં તેજીની સર્કિટ લાગી એમસીએક્સ સપ્ટેમ્બર વાયદો 60000ની સપાટી કુદાવી ચૂક્યો છે. જ્યારે ડિસેમ્બર વાયદો રૂ.62000ની નજીક ક્વોટ થતો હતો. 

સોનું રેકોર્ડ સપાટી પર પહોંચતા રોકાણકારો ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં HNI ઇન્વેસ્ટર, હેજફંડની આક્રમક ખરીદીના કારણે એક તરફી તેજી જોવા મળી છે. કોરોના મહામારી અને અમેરિકામાં આવી રહેલા ઇલેક્શનના કારણે અમેરિકા વધારાનું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરશે તેવા અહેવાલે હેજફંડોનું આકર્ષણ વધ્યું છે. અગ્રણી એનાલિસ્ટોના મતે ચાંદીમાં નાટ્યાત્મક તેજી છે ગમે ત્યારે વધ્યા ભાવથી સરેરાશ 2000-3000 સુધી ઘટી શકે છે. જોકે, લોંગટર્મ માટે ચાંદીમાં ફંડામેન્ટલ તેજી તરફી બની રહ્યાં છે. દિવાળી સુધીમાં ચાંદી હવે 62000-65000 પણ થઇ શકે છે. 

વર્ષાન્ત સુધીમાં ચાંદી 70000, સોનું 55000 કુદાવશે
બીડી જ્વેલર્સના અશોક ચોક્સીએ જણાવ્યું કે, સોના-ચાંદી માટે 2020નું વર્ષ તેજીમય સાબીત થશે. વર્ષાન્ત સુધીમાં ચાંદી સ્થાનિક બજારમાં 70000 જ્યારે સોનું 55000ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2000 ડોલર જ્યારે ચાંદી 25-26 ડોલર સુધી પહોંચી શકે છે. ચાંદીમાં તોફાની તેજીના કારણે હાજર બજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી છે. ચાંદી કેશ અને બીલમાં ભાવ તફાવત વધી રૂ.2500 થયો છે.

બજારમાં ચાંદી 9 વર્ષ પછી પ્રતિ કિલો 59,170ના ઉચ્ચસ્તરે, સોનુ 50 હજારને પાર
સોનામાં એક દાયકામાં સૌથી વધુ 206% સુધી વળતર મળ્યું, કોરોના સમયમાં ચાંદી 67% વળતર આપી ચૂકી છે

ચાંદીએ બુધવારે 4,320 રૂપિયાની છલાંગ લગાવીને પ્રતિ કિલો 59,170 સ્તરે પહોંચી ચોંકાવી દીધા છે. ચાંદી 2011 પછી તેના ઉચ્ચસ્તરે છે. સોનું પણ પાછળ નથી. 741 રૂપિયા ઉછળી પ્રતિ 10 ગ્રામ 50,181ની સપાટીએ પહોંચ્યું છે. શેરબજારમાં પણ તેજી બાદ નજીવો ઘટાડો જોવા મળ્યો.

એક્સપર્ટ વ્યૂ: સોનુ અને ઇક્વિટી એક સાથે વધવાથી મોટા ઘટાડાની આશંકા
કેડિયા એડવાઈઝરીના એમડી અજય કેડિયાએ જણાવ્યું હતું કે, જ્યારે સોનુ-ઇક્વિટી એક સાથે વધે છે તો આગળ વધતા શેરબજાર ધારાશાયી થાય છે. આવું 2007, 2019માં આપણે જોઈ ચૂક્યા છીએ 

ચાંદી: જેટલું વળતર 10 વર્ષમાં મળ્યું તેનાથી અડધું 4 મહિનામાં મળ્યું

·         દાયકો: 120% ભાવ વધ્યા, પણ ઉચ્ચસ્તરથી હજુ નીચે

·         કોરોના કાળ: માર્ચથી અત્યાર સુધી ભાવ 67% વધી ચૂક્યા છે

·         બેલ્જિયમ, ઇટાલી અને જર્મનીથી આયાત ઘટી છે. કોરોનાના કારણે રાજસ્થાનના જાવર, કર્ણાટકના ચિત્રદુર્ગ-બેલ્લારી, આંધ્રના ગંટૂર-કરનૂલ-કડપામાં ચાંદીની ખાણમાં કામકાજને અસર થઈ છે. તેનાથી ભાવ વધ્યાં છે. 3 દિવસમાં 12% ભાવ વધી ચૂક્યા છે. 

સોનુ: 10 વર્ષમાં કિંમત 3 ગણી વધી, તેમાં દોઢ ગણી કોરોના કાળમાં

·         દાયકો: 8 વર્ષમાં ખાસ ફાયદો નહીં, છેલ્લા 2 વર્ષમાં તેજી

·         કોરોના કાળ: 4 મહિનામાં જ ભાવ 42% સુધી વધી ગયા છે

·         સામાન્ય રીતે સોનાના ભાવ શેરબજારમાં ઘટાડા સમયે વધે છે પરંતુ આ વખતે વિશેષજ્ઞો તેનું અલગ કારણ જણાવે છે. હકીકતમાં કોરોનાને કારણે એપ્રિલ-મેમાં શિપમેન્ટ બંધ રહ્યું. સોનાની આયાત 2019ની તુલનાએ 96% ઘટી. 13%ની થઈ છે.

સેન્સેક્સ: કોરોના કાળથી પહેલાં જેવી સ્થિતિથી 4081 અંક નીચે છે

·         દાયકો : શેરબજારનું કુલ ટર્ન ઓવર ત્રણ ગણું વધી ગયું છે

·         કોરોના કાળ: લગભગ 12000  અંકથી રિકવરી થઈ ચૂકી છે

·         સેન્સેક્સમાં બુધવારે 59 પોઈન્ટનો ઘટાડો થયો પરંતુ કોરોનાનો ઝટકો સહન કર્યા પછી બજાર ઘણું રિકવર થઈ ચૂક્યું છે. 23 માર્ચે સેન્સેક્સ આ વર્ષના લઘુતમ સ્તર 25,981 પર હતું આજે 37,871 પર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post