• Home
  • News
  • સિદ્ધપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ:મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ; રહીશોના ઘરમાં પાણી ઘૂસ્યા, પાણીની વચ્ચે લોકોએ રાત વિતાવી
post

ભારે વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-21 11:43:08

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા રાજ્યભરમાં મન મૂકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે. પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના સિદ્ધપુરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે શહેરના મોટભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં કેડસમા પણી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. મોડી રાત્રે મેહુલિયાએ તોફાની બેટિંગ કરી હોય તેમ રસ્તાઓ અને સોસાયટીમાં પૂર જેવો માહોલ જોવા મળ્યો છે અને શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ભારે વરસાદ અને ઘરોમાં પાણી ભરાવાથી લોકોએ પાણી વચ્ચે રાત વિતાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

સોસાયટીઓમાં કેડ સમા પાણી
સિદ્ધપુર શહેરમાં મોડીરાત્રે 2.45 વાગ્યાથી વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. જોતજોતામાં શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી સોસાયટીઓમાં લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા, જેના પગલે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના ઋષિ તળાવ, ઉમાપાર્ક, પેપલ્લા સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે.

કેટલાક વિસ્તારોમાં અડધા ઉપર ઘર પાણીમાં ગરકાવ
ભારે વરસાદના પગલે સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. એક તબક્કે જાણે કે શહેરમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. કેટલાક ઘરો તો એવા છે કે જ્યાં ઘરનો અડધાથી ઉપરનો ભાગ પાણીમાં ગરકાવ થયો છે. જેના પગલે રહીશો પરેશાન થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં રહીશોએ એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ઘરમાં પાણી ભરાતા ભયાવહ સ્થિતિમાંપાણીની વચ્ચે જ રાત વિતાવી પડી હતી.

પાટણ જિલ્લાનો ગઇકાલ સાંજ સુધીનો વરસાદ
પાટણ જિલ્લામાં ગઇકાલ સાંજે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડાઓ પર નજર ફેરવીએ તો પાટણમાં 22 મિ.મિ, સરસ્વતીમાં 27 મિ.મિ, શંખેશ્વરમાં 2 મિ.મિ વરસાદ નોંધાયો હતો. જોકે રાત પડતાં જ સિદ્ધપુર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post