• Home
  • News
  • અત્યાર સુધીમાં 205 કેસઃ મહારાષ્ટ્રમાં 3 અને ઉતર પ્રદેશમાં વધુ 4 મામલાઓ પ્રકાશમાં આવ્યા
post

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 સક્રમિત છે, અહીં એક દર્દીનું બુધવારે મોત થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 12:14:25

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના સંક્રમિતોની સંખ્યા 205 થઈ ગઈ છે. સૌથી વધુ 47 મામલાઓ મહારાષ્ટ્રમાં છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે રાજ્યમાં લોકડાઉન કરવામાં આવી શકે છે. ઉતર પ્રદેશમાં 4, તેલંગાણમાં 2, જ્યારે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં વધુ 1-1 સંક્રમિત મળ્યા છે.

રાજસ્થાનઃ કોરોનાવાઈરસના કારણે રાજસ્થાનમાં ઈટલીના એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરાનાને કારણે આ 5મું મોત થયું છે.

ઉતરાખંડઃ સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ અમિતા ઉપરેતી કહ્યું કે ભારતીય વન સેવાના બે ટ્રેની અધિકારી કોરોના સંક્રમિત હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડેમી અને ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટને અગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે.



પં.બંગાળઃ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી પુરતી મદદ મળી રહી નથી. રાજ્ય સરકાર સંકટનો પોતાની શક્તિ પર કરી કરી છે. તેમણે આ વાત ગુરુવારે રાજ્ય સચિવાલયમાં હોસ્પિટલ પ્રતિનિધિઓની બેઠકમાં કહી હતી. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગને બે લાખ માસ્ક અને 30 હજાર ગ્લાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 10 હજાર થર્મલ સ્કેનર અને 300 વેન્ટિલેશન મશીનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સરકારી મેડિકલ સ્ટાફના દરેક કર્મચારીને પાંચ લાખનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
દિલ્હીઃ દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવી છે. ટેક-અવે હોમ ડિલીવરી ચાલુ રહેશ. 31 માર્ચ સુધી એજ્યુકેશન ઈન્સ્ટીટયુટ પણ બંધ રહેશે. હવે એક જગ્યાએ 20થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહિ. પહેલા આ સંખ્યા 50 નક્કી કરવામાં આવી હતી.



પંજાબઃ અહીં ગુરુવારે સંક્રમણથી 70 વર્ષના એક વ્યક્તિનું મોત થયું હતું. દેશમાં કોરોનાવાઈરસના કારણે ચોથું મોત થયું છે. ત્રણ અન્ય મોત દિલ્હી, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં થયા છે.

 

વડાપ્રધાનની અપીલ- આ રવિવારે ઘરેથી ન નીકળો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી એમ લાગી રહ્યું હતું કે આપણે આ સંકટથી બચેલા છીએ. વૈશ્વિક મહામારી કોરોનાથી નિશ્ચિત થઈ જવાનો આ વિચાર યોગ્ય નથી. પીએમએ લોકોએ અપીલ કરી કે જનતા કર્ફ્યુ લગાવે. આ અંતર્ગત રવિવારે એટલે કે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી લોકો કર્ફ્યુનું પાલન કરે. તેનો અર્થ એ છે કે જનતા પોતે કર્ફ્યુનું પાલન કરે. તેમણે કહ્યું કે કોરોના જેવી લડાઈ માટે ભારત કેટલું તૈયાર છે, તે જોવાનો પણ પ્રયાસ થશે. જનતા કર્ફ્યુની સફળતા અને તેના અનુભવ આપણને આવનારા પડકારો માટે તૈયાર કરશે. વડાપ્રધાને એ પણ કહ્યું કે રવિવારે સાંજે 5 વાગે પોતાના ઘરમાં તાળી વગાડીને, થાળી વગાડીને, ઘટડી વગાડીને એક-બીજાનો આભાર વ્યક્ત કરો અને આ વાઈરસ સામે લડવા એકતા બતાવો.


કોંગ્રેસે કહ્યું- અમે સરકારની સાથેઃ મોદી રાષ્ટ્રના સંબોધન બાદ પાર્ટી પ્રવક્ત અજય માકને કહ્યું કે કોરોના સામે લડવા માટે મોદી સરકારની સાથે છીએ.


168 ટ્રેન 31 માર્ચ સુધી રદ રહેશે

રેલવેએ મુસાફરોની અછતને જોતા 20 માર્ચથી 31 માર્ચ સુધી 168 ટ્રેનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાવચેતીના પગલા તરીકે જમ્મુના રઘુનાથ મંદિર અને દિલ્હીના ઈસ્કોન મંદિરમાં પણ દર્શન બંધ કરવામાં આવ્યા છે. ઉતરાખંડના હરિદ્વારમાં જિલ્લા એડમિનિસ્ટ્રેશને 31 માર્ચ સુધી ગંગા આરતીમાં આમ લોકોના જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે આ દરમિયાન આરતી નિયમત રીતે થશે. બીજી તરફ ચેન્નાઈ એરપોર્ટ પરથી ઉડાન ભરતી 50 ઈન્ટરનેશનલ અને 34 ડોમેસ્ટિક ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post