• Home
  • News
  • ' ...તો હું લાલ કિલ્લા પરથી ભાજપને મત આપવા કહીશ', સરકારના કટ્ટર વિરોધી નેતાના કેન્દ્ર પર પ્રહાર
post

કેજરીવાલ સરકાર દિલ્હી જલ બોર્ડના ખોટા બિલ માફ કરવા માગે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-19 19:32:08

દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, 'મારી સરકાર દિલ્હી જલ બોર્ડના ખોટા બિલને માફ કરવા માટે એક યોજના લાવવા માગે છે, પરંતુ કેન્દ્ર સરકાર હેઠળના અધિકારીઓ તેને મંજૂરી આપી રહ્યાં નથી. જો ભાજપ તેને મંજૂરી આપશે તો હું લાલ કિલ્લા પરથી ભાજપને મત આપવા માટે કહીશ.'

પાણીના ખાટો બિલને લઈ અરવિંદ કેજરીવાલે કહ્યું, '27 લાખ ગ્રાહકો છે અને તેમાંથી લગભગ સાડા દસ લાખ એટલે કે 40 ટકા બિલ ચૂકવતા નથી કારણ કે તેમને લાગે છે કે બિલ ખોટા અને મોંઘા છે. ગ્રાહકો દલાલોના ચક્કર લગાવી રહ્યા છે. જ્યાં સુધી બીલ નક્કી ન થાય ત્યાં સુધી લોકોએ ચૂકવણી કરવાની જરૂર નથી.'

મત તમે લઈ લો, અમારે નથી જોઈતાઃ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કામમાં અવરોધ લાવવાનો આરોપ લગાવ્યો અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધુરીને વિનંતી કરીને કહ્યું કે,'એલજીને યોજના મંજૂર કરાવવા કહે. જો આવું થશે તો હું દિલ્હીના લોકોને ભાજપને મત આપવાનું કહીશ. મને ખુશી છે કે બિધુરી સાહેબે કહ્યું કે આ યોજનાનો વિરોધ નથી કરી રહ્યા. મત તમે લઈ લો, અમારે મત નથી જોઈતા. અમને સેવા કરવાની તક મળી છે, જ્યારે આ તક મળી ત્યારે અમે અમારા આગલા જન્મમાં કેટલાક સારા કાર્યો કર્યા હશે.'

ભાજપના લોકો દિલ્હીને બરબાદ કરવા માગે છે: કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હી માત્ર કહેવા પૂરતું અડધુ રાજ્ય છે, મને લાગે છે કે તે પાંચ ટકા પણ નથી. જો તે સંપૂર્ણ રાજ્ય હોત, તો તેઓ કોઈપણ મંત્રી અથવા મુખ્યમંત્રીના આદેશનો અનાદર કરીને બે મિનિટ માટે પણ આ પદ પર રહ્યા હોત. ભાજપ દિલ્હીવાસીઓને નફરત કરે છે. ભાજપના લોકો દિલ્હીને બરબાદ કરવા માગે છે.'

adv

Related News

post
post
post
post
post
post
post