• Home
  • News
  • કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા
post

ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Coronavirus) ના નવા 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 354 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે પણ 25,072 જેટલા નવા કેસ નોંધાયા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-24 10:37:04

નવી દિલ્હી: ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Coronavirus) ના નવા 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 354 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે પણ 25,072 જેટલા નવા કેસ નોંધાયા હતા. 

એક દિવસમાં આટલા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25,467 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,24,74,773 પર પહોંચી ગયો છે. એક દિવસમાં જો કે 39,486 લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,17,20,112 પર પહોંચી છે. 

24 કલાકમાં 354 લોકોના મૃત્યુ
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 354 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે કોરોનાના કારણે 389 લોકોના મૃત્યુ નોંધાયા હતા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,35,110  પર પહોંચી ગયો છે. 

63 લાખથી વધુ ડોઝ અપાયા
કોરોનાની ત્રીજી લહેરના ભણકારાના પગલે રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના રસીના 63,85,298 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝની સંખ્યા હવે 58,89,97,805 પર પહોંચી ગઈ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post