• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા, 1300થી વધુ લોકોના મોત
post

કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3,01,34,445 પર પહોંચી છે. એક દિવસમાં 64,527 લોકો કોરોનાને માત આપી રિકવર થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-25 11:28:12

નવી દિલ્હી: કોરોના (Corona) ના બીજી લહેર ભલે કાબૂમાં આવી હોય પરંતુ હજુ પણ મોતના આંકડા અને નવા કેસમાં વધઘટ થયા કરે છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના નવા 51 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 1329 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગઈ કાલે કોરોનાના 54,069 નવા દર્દીઓ નોંધાયા હતા અને 1321 લોકોના મોત થયા હતા. 

એક દિવસમાં 51 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 51,667 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3,01,34,445 પર પહોંચી છે. એક દિવસમાં 64,527 લોકો કોરોનાને માત આપી રિકવર થયા છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,91,28,267 થઈ છે. હાલ દેશમાં 6,12,868 દર્દીઓ સારવાર હેઠળ છે. 

24 કલાકમાં 1,329 દર્દીઓના મોત
કોરોનાએ એક દિવસમાં 1,329 દર્દીઓનો ભોગ લીધો છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 3,93,310 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 30,79,48,744 ડોઝ આપવામાં આવ્યા છે. 

એક દિવસમાં 17 લાખ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે સમગ્ર દેશમાંથી કોરોનાના 17,35,781 ટેસ્ટ કરાયા હતા. આ સાથે કુલ ટેસ્ટિંગનો આંકડો 39,95,68,448 પર પહોંચ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post