• Home
  • News
  • ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે દેશમાં કોરોનાના આજે આટલા નવા દર્દીઓ નોંધાયા
post

આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડામાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આમ છતાં કોરોનાને લઈને હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-16 12:04:07

નવી દિલ્હી: લોકોની બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતી હોય તેવું જણાઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડામાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આમ છતાં કોરોનાને લઈને હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે. છેલ્લા 24 કલાકમાં 38 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 542 લોકોના મોત થયા છે.

કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,949 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,10,26,829 થઈ ગયો છે. ગઈ કાલે દેશભરમાંથી કોરોનાના 41,806 નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 40,026 દર્દી રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,01,83,876 થઈ છે. હાલ દેશમાં 4,30,422 દર્દીઓ સારવાર હેઠળ છે. 

એક દિવસમાં 542 લોકોના મૃત્યુ
કોરોનાથી દેશભરમાં એક દિવસમાં 542 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 4,12,531 પર પહોંચી ગયો છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાથી 581 લોકોના મોત થયા હતા. 

38 લાખથી વધુ ડોઝ અપાયા
દેશભરમાં કોરોનાને પછાડવા માટે રસીકરણ અભિયાન ચાલુ છે. હવે તો 18 વર્ષથી ઉપરના લોકોનું પણ પૂરજોશમાં રસીકરણ થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના રસીના 38,78,078 ડોઝ અપાયા છે. આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા 39,53,43,767 થઈ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post