• Home
  • News
  • સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી નહીંતર 1 ચેપગ્રસ્ત વ્યક્તિ ફક્ત 15 દિવસમાં 27 કરોડ લોકોને ચેપગ્રસ્ત કરી નાખશે
post

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગથી 62 ટકા સુધી ચેપ ઘટી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 09:30:53

નવી દિલ્હી: કોરોના ચેપને રોકવાનો સૌથી મોટો ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ. આઈસીએમઆરે કહ્યું કે આ ચેપ એક વ્યક્તિથી 4 લોકો સુધી ફેલાઈ શકે છે, પછી 4થી 16 અને આ જ રીતે આગળ પણ. સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન ચેપને 62 ટકા સુધી ઘટાડી શકે છે. જો એવું માનીએ કે દર બીજા દિવસે એક વ્યક્તિ 4 લોકોને ચેપગ્રસ્ત કરે છે, તો દર બીજા દિવસે આ ચારથી 16 વ્યક્તિ ચેપગ્રસ્ત થઈ જશે. આવું જ ચાલતું રહેશે તો એક ચેપગ્રસ્ત વ્યક્તિ 15 દિવસમાં 27 કરોડ લોકોને ચેપગ્રસ્ત કરી દેશે. એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે.
તમે જાતે જ ગણતરી કરી લો
પ્રથમ દિવસે એક વ્યક્તિ ચાર વ્યક્તિને, ત્રીજા દિવસથી આગળ માટે દર એક વ્યક્તિના ચાર ગણા કરતા જાઓ તો 15મા દિવસે આ સંખ્યા 27 કરોડને આંબી જશે. 
અત્યારે સાવચેત થઈ જઈશું તોપણ ચેપ ફેલાતા રોકી શકાય છે
એક રિસર્ચ મુજબ દર ચોથા દિવસે કેસ બમણા થાય અને ડિસ્ટન્સિંગ નહીં રખાય તો એક વ્યક્તિથી 88મા દિવસે 42 હજાર ચેપગ્રસ્ત થઈ શકે છે. 
પગલાં

·         સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખો-32768 કેસ

·         500 કેસ પછી સોશિયલ ડિસ્ટન્સિંગ-4096 કેસ

·         2000 કેસ પછી સોશિયલ ડિસ્ટન્સિંગ-8192 કેસ

·         50 ટકા સોશિયલ ડિસ્ટન્સિંગથી ચેપ 27 ગણો ઓછો થશે

·         એક વ્યક્તિ 5 દિવસમાં 3 લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે અને આ ત્રણેય 30 દિવસમાં 406 લોકોને.

સોશિયલ ડિસ્ટન્સિંગથી કેસ આ રીતે ઘટશે

બચાવની રીત

5મા દિવસે

30મા દિવસમાં

સામાન્ય સ્થિતિ કે લાપરવાહી પર 

 3 વ્યક્તિ

406 વ્યક્તિ

50 ટકા લોકો ખુદને દૂર કરી લે, તો

1.25 વ્યક્તિ

15 વ્યક્તિ

75 ટકા લોકો ખુદને દૂર કરી લે, તો 

 0.62 વ્યક્તિ  

 2.5 વ્યક્તિ

 

adv

Related News

post
post
post
post
post
post
post