• Home
  • News
  • ટિકિટ નહી મળે તો BJPના અમુક MLA અપક્ષ તરીકે લડશે
post

કેટલાક કોંગ્રેસનો હાથ તો અમુક આપનો સાવરણો પકડશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-09 18:58:01

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારોની યાદી આવતી કાલે જાહેર થવાની શક્યાતાઓ છે. પરંતુ અત્યારે ભાજપની સ્થિતિ એક સાંધે ને તેર તૂટે એ પ્રકારની છે. ચર્ચા મુજબ, જો પૂર્વ મંત્રીઓ અને સિનિયર ધારાસભ્યોને ટિકિટ નહી મળે તો કેટલાક ધારાસભ્યો અપક્ષ તરીકે ચૂંટણી લડશે જયારે કેટલાક ધારાસભ્યો આપમાં અથવા તો કોંગ્રેસમાં જઈ શકે છે.

ઉમેદવારોની પસંદગીનુ કાર્ય આખરી તબક્કામાં છે. અગાઉ 12મીએ જાહેરાત થવાની વાત હતી. પરંતુ અનેક નવા નામો સામે આવી રહ્યાં હોવાથી ભાજપ આવતીકાલે પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કોને ટિકિટ મળશે, કોને નહી મળે તેની વાતો વચ્ચે કેટલાય નેતાઓ, પૂર્વ મંત્રીઓ અને સિનિયર ધારાસભ્યોને ખ્યાલ આવી ગયો છે કે, તેમને ટિકિટ નહી મળે.

આવા નેતાઓએ પોતાના વિશ્વાસુ સાથે ચર્ચા શરૂ કરીને આગળની રણનીતિ ઘડવાનુ શરૂ કર્યુ છે. ટિકિટ નહી મળવાની સ્થિતિમાં તેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનુ તો કેટલાકે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસનો હાથ કે આપનો સાવરણો પકડી લેવાનુ મન બનાવી લીધુ છે. બીજી બાજુ દીલ્હી હાઈકમાન્ડને પણ આ બાબતનો અણસાર આવી ગયો છે. જેથી હવે સમગ્ર ગુજરાતની નજર ટિકિટની ફાળવણી પર મંડાઈ છે

adv

Related News

post
post
post
post
post
post
post