• Home
  • News
  • સોનાલી ફોગાટ ડેથ કેસ:પીએ સુધીર, મિત્ર સુખવિન્દર 10 દિવસની પોલીસ કસ્ટડીમાં, અત્યાર સુધીમાં 4ની ધરપકડ, બાથરૂમમાંથી ડ્રગ્સ મળી આવ્યું
post

મૃત્યુ બાદ સોનાલીનું શરીર પણ વાદળી પડી ગયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-27 18:59:58

હરિયાણાના હિસારથી ભાજપ નેતા અને ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે ગોવા પોલીસે કર્લીઝ ક્લબના માલિક અને એક ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં સુધીર સાંગવાન અને સુખવિન્દર સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને કર્લીસ ક્લબના બાથરૂમમાંથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. ગોવાના આઈજી ઓમવીર બિશ્નોઈએ આ વાતની પુષ્ટિ કરી છે. કોર્ટે સુખવિન્દર સિંહ અને સુધીર સાંગવાનને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ દરમિયાન ગોવા કોંગ્રેસ પણ આ મામલે પોલીસ અને ભાજપ પર આક્રમક બની ગઈ છે. ગોવા કોંગ્રેસના નેતા માઈકલ લોબો આરોપ લગાવ્યા છે કે પોલીસ સોનાલી ફોગાટ હત્યા કેસને ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે, તેથી આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

સુધીર અને સુખવિન્દરે સોનાલીને ડ્રગ્સ આપ્યાની કબૂલાત કરી
ગોવાના ડીજીપી જસપાલ સિંહના જણાવ્યા અનુસાર, સુધીર અને સુખવિન્દરે કબૂલાત કરી છે કે તેઓએ 22 ઓગસ્ટની રાત્રે સોનાલીને બળજબરીપુર્વક ડ્રગ્સ આપ્યું હતુ. સોનાલીને પ્રવાહીમાં ભેળવીને કેમિકલ આપવામાં આવ્યું હતું. જ્યારે ડ્રગ્સના ઓવરડોઝના કારણે સોનાલીની તબિયત લથડી હતી, ત્યારે બંને તેને વોશરૂમમાં લઈ ગયા હતા. બંને બે કલાક સોનાલી સાથે વૉશરૂમમાં જ બેઠાં હતાં.

ટીકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટ ડેથ કેસમાં કડક પગલાં લેવામાં આવ્યાં છે. ગોવા પોલીસે ક્લબના માલિકની ધરપકડ કરી છે. આ પહેલાં પોલીસે સોનાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારના આક્ષેપો પછી સુધીર સાંગવાન અને સુખવિન્દરની ધરપકડ કરી હતી.

સોનાલી ફોગાટના મૃત્યુના મામલે પોલીસે ગોવાના અંજુના બીચ નજીક આવેલા કર્લીસ ક્લબના માલિકની ધરપકડ કરી છે. એ સાથે જ પોલીસે બાથરૂમમાંથી ડ્રગ ઝડપી લીધું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફોગાટના પીએ સુધીર સાંગવાન, સુખવિન્દર સિંહ, કર્લી ક્લબના માલિક અને ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી છે.

સુધીર સાંગવાન અને સુખવિન્દર સિંહ 22 ઓગસ્ટે સોનાલી ફોગાટ સાથે ગોવા પહોંચ્યા હતા. પછી આ ઘટના બની હતી. સોનાલી ફોગાટના શરીરે ઈજાના નિશાન મળી આવ્યા છે. બીજી તરફ ગોવા પોલીસે સીસીટીવી જપ્ત કર્યા છે. જેમાં સુધીર બોટલથી સોનાલીને કાંઈક પીવડાવતો જોવા મળે છે. પણ ટીકટોક સ્ટાર વારંવાર તેને રોકી રહી છે. પોલીસને શંકા છે કે એ પદાર્થ MDMA ડ્રગ છે જે સોનાલીને અપાઇ રહ્યું છે. હજુ આ પ્રકરણમાં કેમિકલની તપાસ કરવાની બાકી છે.

ડ્રગ્સ લીધા બાદ સોનાલીની તબિયત લથડી હતી

ગોવા પોલીસના આઈજી ઓમવીર સિંહે જણાવ્યું કે સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ પીવડાવવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની તબિયત લથડી હતી.સવારે 4:30 વાગ્યે જ્યારે તેને ભાન ન રહ્યું, ત્યારે આરોપી તેને ટોયલેટમાં લઈ ગયો હતો, 2 કલાક સુધી તેણે શું કર્યું? આ બાબતે આરોપીએ જવાબ આપ્યો નથી, અમે તમામ સીસીટીવી ફૂટેજ જોયા છે અને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આઈજી ઓમવીર સિંહે કહ્યું કે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફોરેન્સિક ટીમ સાથે તેમને ઘટનાસ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. અમને લાગે છે કે જે તેને બળજબરીપૂર્વક ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, તેનાથી જ તેનું મોત થયું છે, તે પાર્ટીમાં વધુ બે યુવતીઓ પણ હતી. જેમની ઓળખ થઈ ગઈ છે અને તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે.

સોનાલીના શરીર પર ઈજાના નિશાન

સોનાલી ફોગાટના શંકાસ્પદ મોત પાછળ ષડયંત્રની આશંકા પહેલા દિવસથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ ગોવાના અંજુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં બે લોકો પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જેનો પુરાવો હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આપી રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સોનાલીના શરીર પર ઈજાના ઘણા નિશાન છે.

મૃત્યુ બાદ સોનાલીનું શરીર પણ વાદળી પડી ગયું હતું
આ સાથેજ મૃત્યુ બાદ સોનાલી ફોગાટનું શરીર પણ વાદળી પડી ગયું હતું. ફોરેન્સિક ટીમ આ મામલે કેમિકલની તપાસ કરી રહી છે. એટલે કે હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પુરી રીતે આવ્યો નથી. સોનાલીના ભાઈના જણાવવાથી તે બે લોકોનો પર્દાફાશ થઈ ગયો હતો. જેમને આ ષડયંત્રના સૌથી મોટા આરોપી કહેવામાં આવી રહ્યા છે. રિંકુ ઢાકાના જણાવ્યા મુજબ સોનાલી ફોગાટનું યૌન શોષણ અને તેની સંપત્તિ પર કબજો કરવાના કાવતરા પાછળ સુધીર અને સુખવિન્દરનો જ હાથ હોવાનું કહેવાય છે. ત્યાં સુધી કે આ બંને પર તેની હત્યાનો પણ આરોપ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post