• Home
  • News
  • તિહાડ જેલ પહોંચ્યાં સોનિયા ગાંધી અને મનમોહનસિંહ, જેલમાં બંધ પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ સાથે મુલાકાત
post

તિહાડ જેલ પહોંચ્યાં સોનિયા ગાંધી અને મનમોહનસિંહ, જેલમાં બંધ પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ સાથે મુલાકાત

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 11:07:09


INX મીડિયા કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ તિહાડ જેલમાં બંધ છે, ત્યારે આજે સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ તેમને મળવા અને ખબર અંતર પૂછવા તિહાડ જેલ પહોંચ્યાં હતા, તેમની સાથે પી.ચિદમ્બરના પુત્ર અને કેસના આરોપી કિર્તી ચિદમ્બરમ પણ હાજર રહ્યાં હતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ 2007ના આઈએનએક્સ મીડિયા લાંચકાંડમાં જેલમાં બંધ છે, હાલમાં સીબીઆઇ અને ઇડી કેસની તપાસ કરી રહ્યાં છે, સીબીઆઇએ અગાઉ તેમને જામીન આપવાનો કોર્ટમાં સખત વિરોધ કર્યો હતો, આ કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાઇ હોવાના સીબીઆઇ પાસે પુરતા પુરાવા છે, તેને આધારે તેમની દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરાઇ હતી, સીબીઆઈની વિશેષ કોર્ટે ચિદમ્બરમ ની ન્યાયિક કસ્ટડીમાં 3 ઓક્ટોબર સુધી વધારો કર્યો છે.


જેલમાં ચિદમ્બરને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યાંનું તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીનું કહેવું છે, ચિદમ્બરમને આપવામાં આવેલી ખુરશી ત્યાંથી હટાવી લેવામાં આવી છે, જેથી તેમને નીચે બેસવામાં તકલિફ પડી રહી છે, તેમને ઓશીકું પણ આપવામાં આવ્યું નથી, સાથે જ ચિદમ્બરની ઉંમર વધુ હોવાથી તેમને કેટલીક સુવિધાઓની માંગ કરી છે. બીજી તરફ તેમની ધરપકડથી કોંગ્રેસના નેતાઓ પણ ઘણા નારાજ છે, એક દિગ્ગજ નેતાની ધરપકડ માટે કોંગ્રેસના નેતાઓ ભાજપ સરકારને જવાબદાર માણી રહ્યાં છે.


adv

Related News

post
post
post
post
post
post
post