• Home
  • News
  • સોનિયા ગાંધી આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના CM સાથે મીટિંગ કરશે, NEET-JEE અને GST જેવા મુદ્દે ચર્ચા કરશે
post

NTA એ કહ્યું- પરીક્ષા નક્કી કરાયેલા સમયે લેવાશે, પરંતુ ઘણા રાજ્ય પરીક્ષાને ટાળવાની માંગ કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 11:30:34

સોનિયા ગાંધી આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરશે. જેમાં રાજ્યોના બાકીના ગુડ્સ એન્ડ સર્વિસેજ ટેક્સ(GST) સાથે NEET-JEE પરીક્ષાઓના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ મંગળવારે કહ્યું કે, પરીક્ષાઓ નક્કી કરેલા સમયે એટલે કે JEE 1લી સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી અને NEET 13 સપ્ટેમ્બરે યોજાશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે બે પરીક્ષા ટાળવાની અરજી ફગાવી દીધી હતી.

પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઝારખંડના CM પણ સામેલ થશે
કોરોનાના કારણે ઘણા રાજ્ય પરીક્ષાઓ ટાળવાની માંગ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનારી મીટિંગમાં પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઝારખંડના મુખ્યમંત્રી પણ સામેલ થશે.

મમતા બેનર્જીએ વડાપ્રધાનને ચિઠ્ઠી લખી
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને તેમને અપીલ કરી છે કે પરીક્ષા ટાળવા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન કરવા અંગે વિચારો. આ સાથે જ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલને પણ પરીક્ષા ટાળવાની અપીલ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post