• Home
  • News
  • સૌરવ ગાંગુલીએ કહ્યું- IPL દર્શકો વગર થઈ શકે, બધા વિકલ્પો પર ચર્ચા બાદ જલ્દી નિર્ણય લેવાશે
post

BCCI અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું- IPL અને ઘરેલૂ મેચો માટે ગાઈડલાઇન્સ તૈયાર કરવામાં આવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 11:52:25

મુંબઈ: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને જલ્દી કરાવવાના સંકેત આપ્યા છે. તેણે ગુરુવારે કહ્યું કે, IPL માટે બધા સંભવિત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી રહી છે. દર્શકો વગર પણ ટૂર્નામેન્ટ થઈ શકે છે. 

આ વર્ષે 29 માર્ચે શરૂ થનાર IPLને BCCIએ કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપ પણ સ્થગિત થઈ શકે છે. તેવામાં તેની જગ્યાએ ઓક્ટોબર-નવેમ્બરમાં IPL થઈ શકે છે. 

દરેક વિકલ્પ પર ચર્ચા થઈ રહી છે
ગાંગુલીએ કહ્યું કે, "BCCI આ વર્ષે IPL કરાવવા માટેના તમામ સંભવિત વિકલ્પો પર કામ કરી રહી છે. પછી ભલેને ટૂર્નામેન્ટ પ્રેક્ષકો વિના યોજવી પડશે. આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.તાજેતરમાં જ ગાંગુલીએ કહ્યું હતું કે, IPL રદ્દ થાય તો બોર્ડને 4 હજાર કરોડનું નુકસાન થશે. 

ઘણા ખેલાડીઓ IPL રમવા માગે છે
BCCI
અધ્યક્ષે કહ્યું કે, તાજેતરમાં જ ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓએ IPLમાં રમવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. ચાહકો, ફ્રેન્ચાઇઝ, ખેલાડીઓ, બ્રોડકાસ્ટર્સ, સ્પોન્સર્સ અને તમામ સ્ટેકહોલર્ડ આ વર્ષે IPL થવાની અપેક્ષા રાખે છે. BCCI ટૂંક સમયમાં IPLના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. 

BCCI ગાઈડલાઇન્સ તૈયાર કરી રહ્યું છે
ગાંગુલીએ તમામ સંબંધિત સંસ્થાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, "BCCI તમામ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન માટે કોવિડ -19 સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર (SOP) એટલે ગાઈડલાઇન્સ તૈયાર કરવા પર કામ કરી રહ્યું છે. આ ગાઈડલાઇન્સ દ્વારા તમામ એસોસિએશનો પોતપોતાના ક્ષેત્રમાં ક્રિકેટ શરૂ કરી શકશે. તેણે કહ્યું કે BCCIનો પ્રયાસ આગામી બે મહિનામાં ઘરેલૂ ક્રિકેટ અને ટ્રેનિંગ શરૂ કરવાનો છે.

BCCI T-20 વર્લ્ડ કપ અંગેના નિર્ણયની રાહ જુએ છે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે T-20 વર્લ્ડ કપના ભવિષ્ય વિશે વર્ચુઅલ મીટિંગ યોજી હતી. આમાં વર્લ્ડ કપ અંગેનો નિર્ણય એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાની છે. જો સૂત્રોની વાત માનીએ તો, BCCI વર્લ્ડ કપને લઈને ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે.

BCCI વિદેશમાં IPL માટે 3-2થી વહેંચાયેલું છે
BCCI
ના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં IPL કરાવવા માટે બોર્ડને 3-2થી વહેંચવામાં આવ્યું છે. બહુમતી ભારતમાં આ લીગ કરાવવાની છે. તેમાંના કેટલાકનું કહેવું છે કે પરિસ્થિતને ધ્યાનમાં રાખીને જો જરૂર પડે તો લીગને ભારતની બહાર કરાવવી જોઈએ. આ અંતિમ વિકલ્પ હશે.

IPL બે વખત ભારતની બહાર થઈ
અત્યાર સુધીમાં બે વખત લોકસભાની ચૂંટણીને કારણે IPLને ભારતની બહાર કરાવવામાં આવી છે. 2009માં IPLની યજમાની દક્ષિણ આફ્રિકાએ કરી હતી. ત્યારે ટૂર્નામેન્ટ 5 અઠવાડિયા અને 2 દિવસ સુધી ચાલી હતી. 2014માં ટૂર્નામેન્ટની મેચો ભારત અને યુએઈમાં થઈ હતી.

IPLનું શેડ્યૂલ હવે 37 દિવસનું થઈ શકે છે
આ વખતે IPL 50 દિવસને બદલે 44 દિવસ થવાની હતી. તમામ 8 ટીમોએ 9 શહેરોમાં 14-14 મેચ રમવાની છે. આ સિવાય 24 મેના રોજ વાનખેડેમાં 2 સેમિફાઇનલ, 1 નોકઆઉટ અને ફાઇનલ હતી, પરંતુ BCCI હવે 2009ની જેમ ફોર્મેટને વધુ નાનું કરીને 37 દિવસની ટૂર્નામેન્ટ કરી શકે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post