• Home
  • News
  • બોલિવૂડ બાદ સાઉથ ઇન્ડસ્ટ્રીઝ ડ્રગ્સની ઝપટમાં; પાર્ટી માણી રહેલા નેતા-અભિનેતાના નબીરાઓની ધરપકડ
post

પોલીસે મોટા પ્રમાણમાં માદક મોટા પ્રમાણમાં માદક પદાર્થો જપ્ત કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 10:40:11

હૈદરાબાદ: સિનેમા ઉદ્યોગમાં રેવ પાર્ટી અને ડ્રગ્સનું દૂષણ હવે સામાન્ય વાત બની ગઈ છે. બોલિવૂડમાં આર્યન ડ્રગ કેસનો વિવાદ હજુ પૂરો થયો નથી ત્યાં આજે સાઉથ સિનેમાથી પણ એક આઘાતજનક માહિતી સામે આવી છે. હૈદરાબાદના બંજારા હિલ્સની એક પંચતારક હોટેલમાં રવિવારે રેવ પાર્ટી ઉપર પોલીસ ટાસ્કફોર્સની ટીમે રેડ પાડી છે, જેને પગલે VIP, અભિનેતા, તથા રાજનેતાઓનાં બાળકો તેમ જ બિગબોસ વિજેતા સહિત 142 લોકોની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ રેવ પાર્ટીમાંથી કોકીન તથા ચરસ જેવા માદક પદાર્થો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી અને અભિનેતા નાગા બાબુની દીકરી નિહારિકા કોનિડેલાનો પણ સમાવેશ થાય છે. નાગા બાબૂએ બાદમાં એક વીડિયો જાહેર કરી કહ્યું કે તેની દીકરીને આ ડ્રગ્સ સાથે કોઈ જ લેવાદેવા નથી.

નેતા અભિનેતાના દીકરા-દીકરીઓની ધરપકડ

આ ઉપરાંત બિગ બોસ તેલુગુ રિયલિટી શોની ત્રીજી સિઝનના વિજેતા અને ગાયક રાહુલ સિપ્લીગંજની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પાર્ટીમાં જે અન્ય નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં આંધ્ર પ્રદેશ પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીની દીકરી તેમ જ રાજ્યના તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સાંસદના દીકરાનો પણ સમાવેશ થાય છે. અહેવાલો પ્રમાણે તેમની પાસેથી કોકીન અને વીડ જેવા ડ્રગ્સ મળી આવ્યા છે. કન્નડ ફિલ્મના અભિનેતા સંજના ગલરાની, ગારિણી દ્વિવેદી, પાર્ટી આયોજક વીરેન ખન્ના તથા ભૂતપુર્વ દિવંગત નેતા જીવરાજ અલ્વાનો દીકરો આદિત્ય અલ્વા સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાં સમાવેશ ધરાવે છે.

નાગા બાબુએ વીડિયો મારફત નિવેદન આપ્યું

નાગા બાબુએ એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે તેની દીકરી નિહારિકા આ પાર્ટીમાં હાજર હતી. પણ તેણે કંઈ જ ખોટું કર્યું ન હતું. તેમણે કહ્યું કે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેની કોઈ ભૂલ ન હતી. સુપરસ્ટાર ચિરંજીવીના ભાઈ નાગા બાબૂએ કહ્યું કે અમારો અંતરાત્મા સ્વચ્છ છે. નાગા બાબૂએ સોશિયલ મીડિયામાં નિહારીકા વિશે અયોગ્ય માહિતી નહીં ફેલાવવાની અપીલ કરી હતી.

બીજી બાજુ હૈદરાબાદના પોલીસવડા સીવી આનંદે બંજારા હિલ્સના SHO શિવ ચંદ્રને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP)બંજારા હિલ્સ, એમ સુદર્શનને બેદરકારી દાખવવા બદલ ચાર્જ કર્યાં છે. હોટેલમાં આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા છે કે જ્યારે પોલીસે ડ્રગ્સ સામે પોતાની કાર્યવાહી ખૂબ ઝડપી બનાવી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post