• Home
  • News
  • સંપત્તિ ખરીદી જેવા ખાસ ટ્રાન્ઝેકશન રિટર્નમાં ઓટોમેટિક દેખાશે
post

અત્યાર સુધી ઓનલાઇન ટેક્સ જમા કરવામાં માત્ર જમા થયેલા ટેક્સની જ માહિતી દેખાતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 10:22:00

નવી દિલ્હી: ઇન્કમટેક્સ ઓનલાઇન ભરવાનું એક જૂનથી બહુ સરળ થશે. તેમાં લોગ ઇન કરતા જ અત્યાર સુધી જમા ટેક્સ ઉપરાંત કરદાતા વતી ખાસ પ્રકારની લેવડ-દેવડ, જેમ કે જમીન કે કારની ખરીદી, બેન્કમાં જમા રકમ વગેરેની માહિતી પણ આપમેળે સામે આવી જશે. 

આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે
નાણામંત્રાલયે આ અંગેના નિયમ ગુરુવારે જાહેર કર્યા. આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે. આ ફેરફારની જાહેરાત બજેટમાં કરાઇ હતી. સીએ નિખિલ તોતુકા મુજબ અત્યાર સુધી ઓનલાઇન ટેક્સ જમા કરવામાં માત્ર જમા થયેલા ટેક્સની જ માહિતી દેખાતી હતી. આ ફેરફારોથી કરદાતાઓને ભરેલા ટેક્સ અને બાકી બંને મળી જશે. 

adv

Related News

post
post
post
post
post
post
post