• Home
  • News
  • દેશભક્તિનો અદભૂત નજારો:રાજકોટમાં સરદાર પટેલની પ્રતિમાંથી ગાંધીજીની પ્રતિમા સુધી પોલીસ બેન્ડ, અશ્વો સાથે તિરંગા યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા
post

તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-14 18:38:49

છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયુ છે. આજે સ્વતંત્રતા દિવસના આગલા દિવસે શહેરમાં મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં રાજકોટની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો હતો.

સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ જોડાયા હતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 9.30 વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી જ્યુબિલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોનું સન્માન અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે શાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સવારે 7.30 વાગ્યે સ્કૂલોના બાળકો અને શિક્ષકોની પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા તિરંગા યાત્રાઅને હર ઘર તિરંગાઅભિયાનનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટમાં તિરંગા યાત્રાનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરાયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post