• Home
  • News
  • રજનીકાંત અને અમિતાભ બચ્ચન 32 વર્ષ બાદ રૂપેરી પડદે એક સાથે નજર આવશે તેવી અટકળો
post

રજનીકાંત અને બીગ બીએ છેલ્લી વખત મુકુલ એસ આનંદની હિંદી ફિલ્મ 'હમ'માં સાથે કામ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-19 19:45:14

મુંબઈ: સાઉથના સુપર સ્ટાર રજનીકાંત હાલમાં પોતાની ફિલ્મ 'જેલર'ના કારણે હેડલાઈન્સમાં છે. ફિલ્મ 'જેલર' બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝ થયાને 8 દિવસમાં જ વિશ્વભરમાં 400 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ત્યારે હવે એક અહેવાલ પ્રમાણે રજનીકાંત ટૂંક સમયમાં ફરી એક વખત અમિતાભ બચ્ચન સાથે કામ કરશે.

એક અહેવાલ પ્રમાણે થલાઈવા ફરી એક વખત ઓનસ્ક્રીન પોલીસ ઓફિસરની ભૂમિકામાં હંગામો મચાવવાની તૈયારી કરી રહ્યા છે. રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 170' બનવા જઈ રહી છે. પોતાની આ અપકમિંગ ફિલ્મમાં તેઓ ફરી એક વખત પોલીસ અધિકારીના રોલમાં નજર આવશે. તેમની ફિલ્મનું નિર્દેશન ટીજે જ્ઞાનવેલ કરશે. 

બીગ બી ફિલ્મમાં વિલન બની શકે છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મ મેકર્સ રજનીકાંતની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને પણ લેવા માંગે છે. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચનને આ ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. બીગ બી પોતાના કો એક્ટર અને મિત્ર રજનીકાંતની ફિલ્મમાં વિલનના રોલમાં નજર આવશે. જો આવું બન્યું તો બંને સુપસ્ટાર 32 વર્ષ બાદ એકસાથે કામ કરતા નજર આવશે. રજનીકાંત અને બીગ બીએ છેલ્લી વખત મુકુલ એસ આનંદની હિંદી ફિલ્મ 'હમ'માં સાથે કામ કર્યું હતું. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post