• Home
  • News
  • સુસ્મિતા સેન ફરી એક્સ બોયફ્રેન્ડ સાથે જ ડેટિંગ કરી રહ્યાની અટકળો
post

દોસ્તને ત્યાં લગ્ન પ્રસંગ સહિતની કેટલીય ઈવેન્ટસમાં સુસ્મિતા અને રોહમન શોલ હાથમાં હાથ મેળવીને આવ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-25 18:46:11

દિલ્હી : અભિનેત્રી સુસ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જ ફરી ડેટિંગ કરી રહ્યાની અટકળો વ્યક્ત થઈ રહી છે.  સુસ્મિતા અને મોડલિંગ સ્ટાર રોહમન બહુ લાંબા સમય પહેલાં રિલેશનશિપમાં હતાં. જોકે, બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનાં બ્રેક અપનું એલાન કરી દીધું હતું. 

તાજેતરમાં આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ સુસ્મિતાને પહેલાં પોતાની પત્ની અને પછી પ્રિયત્તમા તરીકે ઓળખાવતી પોસ્ટસ શેર કરી હતી. તેમાં તેઓ અને સુસ્મિતા માલદિવમાં સાથે વેકેશન માણી રહ્યાનું જણાતું હતું. જોકે, સુસ્મિતાએ આ સંબંધો વિશે ક્યારેય કોઈ ફોડ પાડયો નથી. 

જોકે, સુસ્મિતાના પારિવારિક પ્રસંગો, જાહેર સમારંભો અને સામાજિક પ્રસંગોમાં પણ  સુસ્મિતા અને રોહમન શોલ વધુને વધુ વખત સાથે દેખાઈ રહ્યાં છે. તાજેતરમાં એક મિત્રની પુત્રીનાં લગ્ન પ્રસંગે  સુસ્મિતા તેની દીકરીઓ તથા રોહમન એક પરિવારની જેમ જ સાથે આવ્યાં હતાં અને સમગ્ર  પ્રસંગ માણ્યો હતો. જોકે, સુસ્મિતા કે રોહને હજુ સુધી આ સંબંધ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post