• Home
  • News
  • વડોદરા / રાજ્યની હેલ્થ મેનેજમેન્ટ એપના આંકડામાં 10 માસમાં મધ્યગુજરાતમાં 2,411 નવજાતના મોત
post

રાજ્યમાં છેલ્લા 30 દિવસમાં 1032 પૈકી મધ્ય ગુજરાતમાં 180 નવજાતના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 08:49:42

વડોદરાઃ તાજેતરમાં દેશ-રાજ્યની હોસ્પિટલોમાં નવજાતના મૃત્યુના મામલે હડકંપ મચી ગયો છે, સરકારી હોસ્પિટલો અને એજન્સીઓને મીડિયાને ગાંધીનગર વડી કચેરીથી ડેટા લેવાની સૂચના અપાઇ છે. એસએસજી, ગોત્રી સહિતની હોસ્પિટલોના વડાઓને મિડિયાને નવજાતોને લગતા કોઇ પણ ડેટા આપવાની મનાઇ ફરમાવી છે. ત્યારે ગુજરાત સરકારની એક હેલ્થ મેનેજમેન્ટ ડેટાબેઝ ટેકોના ડેટા મુજબ મધ્ય ગુજરાતમાં 2,411 નવજાત 10 માસમાં મર્યા છે, એપમાં સરકારે તમામ સરકારી હોસ્પિટલોને રોજે રોજના ડેટા અપલોડ કરવાની સુચના આપી છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 928 નવજાત મોતને ભેંટ્યા છે.


આંકડા આપવાની ઉપરથી સૂચના :

ગરીબી અને આરોગ્ય ક્ષેત્રે ગ્રામીણ આદિવાસી લોકોમાં જાગૃતિના પૂરતો અભાવ તથા રીત-રિવાજો અને ભૂવાઓના ચક્કરમાં સગર્ભાઓ બેદરકારી દાખવે છે. દાહોદના ઝાલોદ તાલુકામાં 245 અને દાહોદ તાલુકામાં 236 સૌથી વધુ નવજાત મોતને ભેટે છે. પંચમહાલના ઘોઘંબામાં નવજાતનું મૃત્યુ પ્રમાણ 102 છે, જે પંચમહાલમાં સૌથી વધારે છે. ઉપરાંત કાલોલમાં 92 અને પંચમહાલમાં 91 છે. જ્યારે ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં સૌથી વધુ 109 નવજાત મોતને ભેંટ્યા હતા. જ્યારે વાલિયા અને હાંસોટમાં પ્રમાણ 17 અને 13 બાળકોનું હતું. નર્મદા જિલ્લામાં દેડિયાપાડામાં સૌથી વધુ 76 અને તિલકવાડામાં માત્ર 19 નવજાત જન્મના કેટલાક દિવસોમાં મૃત્યુ પામ્યા છે. મધ્યગુજરાતમાં છેલ્લા 10 માસમાં દાહોદમાં 20, નર્મદામાં 11, ભરૂચમાં 24 અને પંચમહાલ જિલ્લામાં 36 માતાઓએ પ્રસુતિવેળાએ દમ તોડી દીધો હતો. SSGના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરે જણાવ્યું કે, ‘અમને ઉપરથી સૂચના મળી છે કે, બાળકોના મૃત્યુના આંકને લગતી તમામ માહિતી ગાંધીનગર વડી કચેરીથી આપવામાં આવશે.’


ખોટી માન્યતાને લીધે પણ કુપોષણ- નવજાતના મોત :

માતાઓમાં હિમોગ્લોબિનનું ઓછુ પ્રમાણ સૌથી મોટુ કારણ નવજાતના મોતનું બને છે. પાંચથી 6 હિમોગ્લોબિલન હોય ત્યારે પ્રસવ ખૂબ પડકારજનક બને છે. વધુ ખાવાથી બાળક જાડુ થતાં પ્રસુતિમાં તકલીફ પડશે તેવી માન્યતાઓ માતામાં છે. ઉપરાંત સરકાર જે સુખડી કે કંઇ પૌષ્ટિક ખોરાક આપે તો તે કુટુંબમાં વહેંચીને ખાતી હોવાથી પણ ધારી અસર થતી નથી. જેને કારણે બાળક પણ કુપોષિત જન્મે છે અને મોતને પણ ભેટી શકે છે. - ડો.સુનિતા ચાંદોરકર, MSU, ફુડ એન્ડ ન્યૂટ્રિશનના આસિ.ડિરેક્ટર

 


સ્થિતિ છે SSGની...

·         જમનાબાઇ હોસ્પિટલમાં એક પિડિયાટ્રિશિયન હોવાથી તે રજા પર જતા એસએસજી કે અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે.

·         એસએસજીમાં ઓક્સિજનનું 45 લાખનું બિલ ત્રણ ચાર મહિનાથી બાકી છે.

·         રૂકમણિ ચૈનાની હોસ્પિટલમાં બાળકોનો આઇસીયુ નથી. જો હોય તો 30 સેકન્ડમાં સારવાર શક્ય બને.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post