• Home
  • News
  • રાજ્યનું સૌથી મોટું મ્યુકરમાઇકોસિસ વોર્ડ:રાજકોટ સિવિલમાં ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગમાં 250 બેડનો વોર્ડ શરૂ, કોવિડ દર્દીઓને ખસેડવાનું શરૂ કરાયું, 125 દર્દીઓ નોંધાયા
post

મ્યુકરમાં સર્જરી બાદ ઈન્જેક્શન પણ મહત્ત્વના હોય છે તેથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઈન્જેક્શનનો જથ્થો પણ આરોગ્ય વિભાગ દ્વારા પહોંચાડવામાં આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-10 11:55:22

કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં તેના બાદ થતો મ્યુકરમાઈકોસિસનો રોગ ગંભીર બનીને વકરી રહ્યો છે. રાજકોટમાં મ્યુકરના કેસ વધી રહ્યા છે અને સારવાર માટે હવે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ રાજકોટ આવતા બે જ દિવસમાં નવા દર્દી દાખલ થયા છે આ સાથે હાલ દર્દીની સંખ્યા 125 થતા ટ્રોમા સેન્ટરને મ્યુકર વોર્ડમાં ફેરવવામાં આવશે આ સાથે રાજકોટમાં રાજ્યનો સૌથી મોટો 250 બેડ ધરાવતો મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે.

તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવી રહ્યા છે જેનાથી દર્દીઓની સંખ્યા વધી જતા ટ્રોમા સેન્ટરનું બિલ્ડિંગ ખાલી કરાવાઈ રહ્યું છે અને ત્યાં દાખલ કોરોનાના દર્દીઓને શિફ્ટ કરી ત્યાં મ્યુકરના દર્દીઓને દાખલ કરાઈ રહ્યા છે. મ્યુકરમાં સર્જરી બાદ ઈન્જેક્શન પણ મહત્ત્વના હોય છે તેથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઈન્જેક્શનનો જથ્થો પણ આરોગ્ય વિભાગ દ્વારા પહોંચાડવામાં આવ્યો છે અને પૂરી તૈયારી કરાઈ હતી.

ઘણા દર્દીઓ એવા પણ છે જે હજુ કોરોના પોઝિટિવ છે અને સાથે મ્યુકર પણ છે તેઓ હજુ કોવિડ વોર્ડમાં જ રહેશે. ડો. સેજલ ભટ્ટ ઈએનટી સર્જન છે તેમજ ડો.વાછાણીને રાજકોટમાં ડેપ્યુટેશન પણ મુકાયા છે. અગાઉ રાજકોટમાં ફરજ નિભાવેલા ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડો. ખાવડુ હાલ ભાવનગર છે તેમને પણ ડેપ્યુટેશન પર મુકાશે તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. હાલ સિવિલ આ રોગ સામે લડવા પણ સજ્જ છે.

adv

Related News

post
post
post
post
post
post
post