• Home
  • News
  • દારૂ ન વેચાવાના કારણે રાજ્યોને દરેક દિવસે 700 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ રહ્યું હતું; રાજ્યો સરકારો તેના વેચાણથી દર વર્ષે 24 ટકા સુધીની કમાણી કરે છે
post

રાજ્ય સરકારોની કમાણીનો મુખ્ય સોર્સ દારૂની દુકાન પર લાગતી એક્સાઈઝ ડ્યુટી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 12:18:27

નવી દિલ્હી. કોરોનાને ફેલાતો રોકવા માટે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનમાં હવે થોડી ઢીલ અપાઈ રહી છે. આ વખતે લોકડાઉનમાં કઈ છૂટ મળશે તે અંગેનું ગૃહ મંત્રાલયે લિસ્ટ જાહેર કરતા જ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા દારૂની દુકાન ખુલવા બાબતે થઈ હતી.

સોમવારથી દારૂની દુકાનો ખુલવા લાગી. તેની પર સૌથી વધુ ભીડ પણ જોવા મળી. આ સિવાય અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ ઉલ્લઘન થતું જોવા મળ્યું હતું. આ કારણે પોલીસે તો કેટલીક જગ્યાએ લાઠીચાર્જ પણ કરવો પડ્યો.

જોકે સવાલ એ બાબતનો છે કે 40 દિવસથી દેશમાં ટોટલ લોકડાઉન હતું અને 17 મે સુધી પણ લોકડાઉન જ રહેશે, તો પછી દારૂની દુકાનો ખોલવાની ઉતાવળ શું હતી ? જવાબ છે- રાજ્યોની અર્થવ્યવસ્થા. દારૂના વેચાણથી રાજ્યોને વાર્ષિક 24 ટકા સુધીની કમાઈ થાય છે. એક જ દિવસમાં કર્ણાટકમાં 3.9 લાખ લીટર બીયર અને 8.5 લાખ લીટર દેશી દારૂ વેચાયો હતો. તેના પગલે સરકારને 45 કરોડની રેવન્યુ મળી છે.

કેટલાક દિવસ પહેલા પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકાર પાસેથી દારૂની દુકાનો ખોલવા માટેની પરવાનગી માંગી હતી. જોકે સરકારે તેમની માંગને ઠુકરાવી દીધી હતી. અમરિંદર સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમની સરકારને 6 હજાર 200 કરોડની કમાણી એક્સાઈઝ ડ્યુટીથી થાય છે. તેમણે કહ્યું કે હું આ નુકસાનની ક્યાંથી ભરપાઈ કરીશ ? શું મને દિલ્હીવાળા પૈસા આપશે ? તેઓ તો 1 રૂપિયો પણ આપવાના નથી.

 

આખરે કઈ રીતે રાજ્ય સરકારોને કમાણી થાય છે ?

રાજ્ય સરકારોની કમાણીનો મુખ્ય સોર્સ છે- સ્ટેટ જીએસટી, લેન્ડ રેવન્યુ, પેટ્રોલ-ડિઝલ પર લાગનાર વેટ-સેલ્સ ટેક્સ, દારૂ પર લાગતી એક્સાઈઝ ડ્યુટી અને બાકીના ટેક્સ.

સરકારને થતી કમાણીમાં એક્સાઈઝનો મોટો હિસ્સો હોય છે. એક્સાઈઝ ડ્યુટી સૌથી વધુ દારૂ પર લાગે છે. તેનો થોડો હિસ્સો જ બીજી ચીજો પર લાગે છે.  

કારણ કે દારૂ અને પેટ્રોલ-ડિઝલને જીએસટીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ કારણે રાજ્ય સરકારો તેની પર ટેક્સ લગાવીને રેવન્યુ વધારે છે.

પીઆરએસ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, રાજ્ય સરકારોને સૌથી વધુ કમાણી સ્ટેટ જીએસટીથી થાય છે. તેનાથી સરેરાશ 43 ટકા રેવન્યુ આવે છે. બાદમાં સેલ્સ-વેટ ટેક્સથી સરેરાશ 23 ટકા અને સ્ટેટ એક્સાઈઝ ડ્યુટીથી 13 ટકાની કમાણી થાય છે. આ સિવાય કાર અને ઈલેક્ટ્રિક પર લાગતા ટેક્સથી પણ સરકાર કમાણી કરે છે. જોકે લોકડાઉનના કારણે સમગ્ર દેશમાં દારૂબંધી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અંગ્રેજી ન્યુઝ પેપર ધ હિન્દૂના જણાવ્યા મુજબ, દારૂનું વેચાણ બંધ થવાથી તમામ રાજ્યોને રોજનું 700 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. 

 

યુપી-ઓરિસ્સાની 24 ટકા કમાણી દારૂના વેચાણથી

દારૂ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીથી સરકારને 1થી લઈને 24 ટકા સુધીની કમાણી થાય છે. તેનાથી સૌથી વધુ ઓછી કમાણી 1 ટકા મિઝોરમ અને નાગાલેન્ડને થાય છે. જ્યારે સૌથી વધુ 24 ટકા કમાણી ઉતર પ્રદેશ અને ઓરિસ્સાને થાય છે.

બિહાર અને ગુજરાત બે એવા રાજ્યોથી, જ્યાં સંપૂર્ણ રીતે દારૂ પર પ્રતિબંધ છે. 1960માં જ્યારે મહારાષ્ટ્રથી અલગ થઈને ગુજરાત નવું રાજ્ય બન્યું ત્યારથી રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે. જ્યારે બિહારમાં એપ્રિલ 2016થી દારૂ પર પ્રતિબંધ છે. આ કારણે આ બંને રાજ્યોને એક્સાઈઝ ડ્યુટીથી કોઈ કમાણી થતી નથી.

દેશમાં દરેક વ્યક્તિ વાર્ષિક 5.7 લિટર દારૂ પીવે છે

ભારતમાં દારૂ પીનારાઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. 2018માં WHOનો રિપોર્ટ આવ્યો હતો. તે મુજબ, દેશમાં 2005માં દરેક વ્યક્તિ(15 વર્ષથી વધુ ઉંમર) 2.4  લિટર દારૂ પીતો હતો. જોકે 2016માં આ પ્રમાણ વધીને 5.7 લિટર થઈ ગયું. તેનો અર્થ એ નથી કે દેશમાં દરેક વ્યક્તિ દારૂ પીવે છે.

તેની સાથે જ પુરુષ અને મહિલાઓમાં પણ દર વર્ષે દારૂ પીવાની માત્ર પણ 2010ની સરખાણમીમાં 2016માં વધી ગઈ. 2010માં પુરુષ વાર્ષિક 7.1 લિટર દારૂ પીતા હતા, જેની માત્રા 2016માં વધીને 9.4 લીટર થઈ ગઈ. જ્યારે 2010માં મહિલાઓ 1.3 લિટર દારૂ પીતી હતી. 2016માં આ માત્રા વધીને 1.7 લિટર થઈ ગઈ છે.

 

WHOના રિપોર્ટના જણાવ્યા મુજબ, 2016માં ભારતમાં દારૂ પીવાને કારણે 2.64 લાખથી વધુ લોકોના મોત થયા હતા. તેમાંથી 1 લાખ 40 હજાર 632 લોકોએ માત્ર લિવર સિરોસિસના કારણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે 92 હજારથી વધુ લોકોના મોત રોડ અકસ્માતમાં થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post