• Home
  • News
  • બંગાળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો:PMએ 4 દિવસ પહેલાં જ ટ્રેનને લીલી ઝંડી આપી હતી, ભાજપ નેતા ઘોષે કહ્યું-NIA તપાસ થવી જોઈએ
post

વંદે ભારતના ઉદ્ઘાટન સમયે મમતા બેનર્જી સ્ટેજ પર જઈ રહી હતી, ત્યારે ભીડે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-03 19:41:25

પશ્ચિમ બંગાળના માલદામાં સોમવાર રાતે વંદેભારત ટ્રેન પર પથ્થરમારો થયો. ઘટના કુમારગંજ રેલવે સ્ટેશન પાસેની છે. મળતી માહિતી મુજબ, ટ્રેન રવિવારે ન્યૂ જલપાઈગુડીથી શરૂ થઈ હતી. હાવડા આવતા સમયે માલદા સ્ટેશન પાસે અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવાનો શરૂ કર્યો. જેના કારણે કોચ સી-12નો દરવાજો અને બારી અસરગ્રસ્ત થઈ. પશ્ચિમ બંગાળમાં વિપક્ષ નેતા અને ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ ઘટનાને પગલે NIA તપાસની માગ કરી છે.

જણાવી દઈએ કે PM મોદીએ 4 દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની પહેલી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. બંગાળના CM મમતા બેનર્જી પણ તેમાં સામેલ થયા હતા. મમતા કાર્યક્રમમાં પહોંચતા જ હાવડા સ્ટેશન પર ડ્રામા પણ થયો હતો. તેના થોડા દિવસ પછી આ ઘટના બની છે.

ભાજપ નેતાએ TMC પર આરોપ લગાવ્યા
આ ઘટના પર બંગાળ ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. વિપક્ષ નેતાએ TMCનું કાવતરું ગણાવ્યું. શુભેન્દુ અધિકારીએ ટ્વીટ કર્યું-આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં પ્રાઈડ ઓફ ઈન્ડિયા વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શું ઉદ્ઘાટનના દિવસે કરેલા 'જય શ્રી રામ'ના નારાનો બદલો છે? હું PM મોદી અને રેલ મંત્રાલય પાસે આ ઘટના મામલે NIA તપાસની માગ કરું છું.

જણાવી દઈએ કે વંદે ભારતના ઉદ્ઘાટન સમયે મમતા બેનર્જી સ્ટેજ પર જઈ રહી હતી, ત્યારે ભીડે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. હોબાળા દરમિયાન મમતા સાથે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત 4 કેન્દ્રીય મંત્રી પણ હાજર હતા. આ બાબતે મમતા ભડકી ઉઠ્યા અને સ્ટેજ પર બેસવાની મનાઈ કરી. આ પછી રેલ મંત્રી અને રાજ્યપાલ સી વી આનંદ બોસે મમતાને મનાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ તે માન્યા નહીં. જોકે, ત્યાર પછી મમતા પ્રેક્ષક ગેલેરીમાં ખુરશી લઈને સ્ટેજની સામે બેસી ગઈ હતી. પછી તેમણે પોતાનું સંબોધન પણ આપ્યું હતું.

પૂર્વીય ભારતને મળી પોતાની પહેલી વંદે ભારત ટ્રેન
PM મોદીએ 30 ડિસેમ્બરના રોજ દેશની સાતમી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. પૂર્વીય ભારતની આ પહેલી વંદે ભારત ટ્રેન છે, જે હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે ચાલશે. બુધવાર સિવાય ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. 600 કિમીનો સફર કરતા ટ્રેનને લગભગ 7.5 કલાકનો સમય લાગશે. હાવડાથી સવારે તે 05.55 વાગ્યે ઉપડશે. બપોરે 1.30 વાગ્યે તે ન્યૂ જલપાઈગુડી પહોંચી જશે. પોતાની યાત્રા દરમિયાન ટ્રેન ત્રણ રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. તેમાં બિહારનું કિશનગંજ સ્ટેશન પણ સામેલ છે.

પહેલા પણ થઈ ચૂક્યો છે પથ્થરમારો
આ પહેલી વખત નથી, જ્યારે દેશની VIP ટ્રેનમાંની એક વંદે ભારત પર પથ્થરમારો થયો હોય. આ પહેલા પણ 13 ડિસેમ્બરના રોજ નાગપુરથી બિલાસપુર વચ્ચે ચાલી રહેલી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ સિવાય 2019માં યુપીના ભગોહીમાં દિલ્હીથી વારાણસી જઈ રહેલી ટ્રેન પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી બારીના કોચ તોડી પાડવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2019માં દિલ્હીથી આગરા વચ્ચે જ્યારે આ ટ્રેનનો ટ્રાયલ થઈ રહ્યો હતો, તે દરમિયાન પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post