• Home
  • News
  • દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર પ્રદર્શન કરતાં દેખાવકારોને પોલીસે બળપૂર્વક હટાવ્યા
post

ફાયરિંગ કરનાર સામે આર્મ્સ એક્ટ અને કલમ 307 અંતર્ગત હત્યા કરવાનો પ્રયાસની FIR નોંધાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-31 10:27:08

નવી દિલ્હીનાગરિકતા સંશોધન કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ ગુરુવારે જામિયા યુનિવર્સિટી પાસે ચાલતી માર્ચ રાતે 8 વાગ્યા સુધી ચાલી હતી. ત્યાર પછી જામિયાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ અહીં બપોરે ફાયરિંગ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.


વિદ્યાર્થીઓએ મોડી રાત સુધી ફાયરિંગના વિરોધમાં પોલીસ આઈટીઓ અને હેડક્વાર્ટર સામે વિરોધ-પ્રદર્શન કર્યા હતા. વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે પોલીસે ફાયરિંગ કરનાર સામે આર્મ્સ એક્ટ અને કલમ 307 અંતર્ગત હત્યા કરવાનો પ્રયાસની FIR નોંધી હતી. ગુરુવારે બનેલી ઘટના પછીથી વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા. આજે સવારે પોલીસ બળે તેમને જબરજસ્તી ત્યાંથી હટાવ્યા હતા.


વિદ્યાર્થીઓની આરોપી પર કાર્યવાહીની માંગણી
વિદ્યાર્થીઓ આરોપી પર કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પોલીસના વર્તનથી પણ નારાજ છે. વહેલી સવારે દિલ્હી પોલીસે નારાજ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી અને તેમને રસ્તો બ્લોક કરવાની જગ્યાએ ફૂટપાથ પર બેસવાની અપીલ કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓ રસ્તો બ્લોક કરીને બેઠા હતા. ત્યારપછી તેમની સામે બળ પ્રયોગ કરીને ત્યાંથી ખેસડવામાં આવ્યા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post