• Home
  • News
  • વિદ્યાર્થી આજથી ઘરે એસાઇન્મેન્ટ કરશે, સ્કૂલ તેના માર્ક્સ આપશે
post

દરેક સપ્તાહે કેલેન્ડર જારી થશે, સ્કૂલ ખૂલ્યા બાદ આગળનો અભ્યાસ શરૂ કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:12:01

નવી દિલ્હી: કોરોના વાઇરસ સંક્રમણને કારણે સ્કૂલો બંધ થતાં બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. તેનાથી બચવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જારી કર્યું છે. કેલેન્ડર એકથી 12મા ધોરણ સુધી માટે છે. બાળક જો સ્કૂલ જાય તો શું ભણે? તેના આધારે દર સપ્તાહે કેલેન્ડર જારી કરાશે. સ્કૂલ ખુલ્યા બાદ આગળનો અભ્યાસ શરૂ કરાશે. જે મુજબ વિદ્યાર્થીઓ ઘરમાં જ વાલીઓ અને શિક્ષકોની મદદથી અભ્યાસ ચાલુ રાખી શકશે. NCERTએ કેલેન્ડરમાં ઇ-પાઠશાળા, NROER અને દીક્ષા પોર્ટલ પર અભ્યાસાનુસાર અપાયેલી ઇ-સામગ્રીની લિંક સામેલ કરી છે. આ વૈકલ્પિક કેલેન્ડર દેશની તમામ શાળા માટે છે. તેની ગતિવિધિઓ શુક્રવારથી જ શરૂ થઇ જશે. જેમની પાસે ઇન્ટરનેટની સુવિધા નથી, તે વિદ્યાર્થી કે તેમના વાલીઓને શિક્ષકો એસએમએસ કે ફોન કોલ દ્વ્રારા ગાઇડ કરી શકે છે. ઇન્ટરનેટ હશે તો વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે.


એનસીઇઆરટીનું આ કેલેન્ડર દેશની દરેક સ્કૂલ ફોલો કરશે
1. કેલેન્ડર દેશની તમામ સ્કૂલ ફોલો કરશે. વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટ એજ સ્કૂલના શિક્ષક તૈયાર કરશે. મુશ્કેલી હોય તો વિદ્યાર્થી-વાલીઓ એજ શિક્ષકને ફોન કરી સમજી શકે છે.

2. વૈકલ્પિક કેલેન્ડરના હિસાબે એસાઇનમેન્ટ -પ્રોજેક્ટ આપવામાં આવશે. વિદ્યાર્થી હોમવર્કની જેમ પુરા કરશે. જ્યારે પણ સ્કૂલ ખુલશે, શિક્ષક એસેસમેન્ટ કરી વિદ્યાર્થીઓને માર્ક્સ આપી શકે છે.

3. કેલેન્ડર એ વિચારીને તૈયાર કરાયું છે કે આજે બાળક સ્કૂલ જાય તો શું ભણશે? પરિસ્થિતિ સામાન્ય થતાં જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે આગળનો અભ્યાસ શરૂ થશે.

4. એનસીઇઆરટીના ડાયરેક્ટર ઋષિકેશ સેનાપતિએ કહ્યું કે વિદ્યાર્થી સાથે વાલી પણ એસાઇનમેન્ટનો હિસ્સો બને. આ કેલેન્ડર પુરી રીતે કરો અને શીખો કે કઇ પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યું છે.

5. કેલેન્ડરમાં વિવિધ ગતિવિધિઓ જોડવામાં આવી છે. મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશનની ગાઇડલાઇન પણ છે. કળા, મ્યૂઝિકથી તણાવ દૂર કરવાના નુસ્ખા પણ છે.


દેશની ઇજનેરી કોલેજો ફીનું દબાણ ન કરે, સ્ટાફને ન હટાવે: AICTE
એઆઇસીટીઇએ દેશભરની ઇજનેરી કોલેજો અને ટેક્નિકલ શૈક્ષણિક સંસ્થાનોને આદેશ આપ્યા છે કે વિદ્યાર્થીઓને ફી ભરવા માટે મજબૂર ન કરે. લોકડાઉન દરમિયાન કોઇ સ્ટાફને હટાવ્યા હોય તે તેને પાછો લેવાય અને બધાને નિયમિત સેલેરી આપવામાં આવે. ફરિયાદો મળી રહી હતી કે કેટલીક કોલેજો વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post