• Home
  • News
  • ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી, માનવમેદની ઊમટી પડી, માતા-પિતાનું હૈયાફાટ રુદન, સુરત ગમગીન
post

દિવ્યાંગ માતા-પિતાને સવારે જ ગ્રીષ્માની હત્યાની જાણ કરતાં બેભાન થઈ ઢળી પડ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-15 10:39:31

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. 

લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી
ગ્રીષ્માની અંતિમ યાત્રા પોલીસ બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતાં. ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી.

ઘટના શું હતી?
12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post