• Home
  • News
  • Sunanda Pushkar death case: કોંગ્રેસ નેતા શશિ થરૂરને મળી મોટી રાહત, કોર્ટે કર્યા આરોપમુક્ત
post

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોત કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને મોટી રાહત આપી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-18 11:46:27

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોત કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને મોટી રાહત આપી છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સુનંદા પુષ્કરના મોત સંલગ્ન તમામ આરોપોમાંથી શશિ થરૂરને આરોપમુક્ત કર્યા છે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ શશિ થરૂરે કોર્ટનો આભાર માન્યો અને કહ્યું કે 7.5 વર્ષથી આ ટોર્ચર અને દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો. 

સુનંદા પુષ્કરનું મોત 17 જાન્યુઆરી 2014ના રોજ દિલ્હીની એક મોટી હોટલમાં થઈ હતી. પોતાના મોતના થોડા દિવસ પહેલા સુનંદા પુષ્કરે આરોપ લગાવ્યો હતો કે તેમના પતિ થરૂરના એક પાકિસ્તાની પત્રકાર સાથે સંબંધ છે. આ મામલે દિલ્હી પોલીસે શશિ થરૂર વિરુદ્ધ કલમ 307, 498એ હેઠળ કેસ દાખલ કર્યો હતો. થરૂર પર પત્નીને આત્મહત્યા માટે ઉક્સાવવા અને તેમની સાથે ક્રુરતાથી વર્તવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post