• Home
  • News
  • સની દેઓલ સેલ્ફી લેવા આવેલા ચાહક પર ગુસ્સે થતા ટ્રોલ થયો, હવે કંગના રનૌત એક્ટરના સપોર્ટમાં ઉતરી
post

સેલ્ફી કલ્ચર ભયાનક છે: કંગના રનૌત

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-19 19:30:08

મુંબઈબોલીવુડ અભિનેતા સની દેઓલ હાલમાં પોતાની ફિલ્મ 'ગદર 2'ની સક્સેસને એન્જોય કરી રહ્યો છે. એક તરફ લોકોમાં 'ગદર 2'નો ક્રેઝ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સની દેઓલ ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે. 

ચાહક પર ગુસ્સે થયો એક્ટર

સની દેઓલના ટ્રોલિંગની પાછળ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો તેનો વીડિયો છે. વીડિયોમાં સની દેઓલ એરપોર્ટ પર સેલ્ફી લઈ રહેલા એક ચાહક પર ગુસ્સો કરતો નજર આવી રહ્યો છે. જ્યારે એક ચાહક એક્ટર સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે સની દેઓલ તેના પર ભડકી જાય છે અને ગુસ્સામાં કહે છે- 'લે ના ફોટો'. ત્યારબાદ ગુસ્સામાં તેઓ ત્યાંથી નીકળી જાય છે.

સની દેઓલની થઈ ટીકા

એક સોશિયલ મીડિયા યૂઝરે સની દેઓલનો આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ક્યારેય પણ ફર્સ્ટ જનરેશનના સ્ટારને આવું વર્તન કરતા નથી જોયા. આવું હંમેશા સ્ટાર કિડ્સ સાથે થાય છે. જે ફેમ અને પ્રિવલેજ સાથે મોટા થયા. જેઓ આ સ્નેહને ગ્રાન્ટેડ લે છે. શાહરૂખ અને અમિતાભ જેવા બનો. કાયમ ગ્રેટફૂલ.

સની દેઓલના સપોર્ટમાં ઉતરી કંગના રનૌતઆ વીડિયો સામે આવતા જ સની દેઓલ ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થવા લાગ્યા. આ વચ્ચે હવે કંગના રનૌતે એક્ટરનું સમર્થન કર્યું છે. તેણે ટ્વીટમાં લખ્યું- આઈસોલેટ થવું કોઈનો ઈરાદા કે વર્તન વિશે ન જણાવી શકે અને સેલ્ફી કલ્ચર ભયાનક છે. લોકો અમારી ખૂબ જ નજીક આવી જાય છે. કંગનાએ આગળ લખ્યું કે, અમે અનેક પ્રકારના વાયરલ અને વાયરસનો શિકાર બનીએ છીએ. પ્રેમની અનેક ભાષા હોય છે. સેલ્ફી અને ગળે મળવું જ એકમાત્ર ભાષા નથી.

adv

Related News

post
post
post
post
post
post
post