• Home
  • News
  • 4 વર્ષથી સુપર એક્ટિવ ED:9 રાજ્યએ CBIની એન્ટ્રી બેન કરી તો EDએ મોરચો સંભાળ્યો, જાણો કયા કાયદાએ અપાવ્યો સુપર પાવર
post

આ એક્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ને જપ્તી, કેસ કરવાની, ધરપકડ, તપાસ અને સર્ચનો પાવર આપે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-01 19:49:30

ભાજપના શાસનકાળમાં વધુ તપાસની કાર્યવાહી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ એટલે કે ED જ કરી રહ્યું છે, જ્યારે આ પહેલાં મોટાં-મોટાં કોભાંડની તપાસ દરેક જગ્યાએ CBI જ કરતી હતી. તો એવું શું થયું કે મનમોહનના શાસનકાળ સુધી એક્ટિવ રહેતી CBI છેલ્લાં 4 વર્ષમાં બેકગ્રાઉન્ડમાં જતી રહી છે અને એનું સ્થાન EDએ લીધું છે. તપાસમાં એ વાત પ્રકાશમાં આવી છે કે છેલ્લાં 8 વર્ષમાં EDની કાર્યવાહીમાં પાંચથી છ ગણો ઉછાળો નોંધાયો છે. અમે એ અંગે તપાસ કરી કે કયાં કારણોથી EDCBIને પછાડી હતી. ચાલો.. તમને જણાવીએ.

9 રાજ્યએ CBIની એન્ટ્રી બેન કરી
UPA
શાસનકાળ સુધી CBIને જ દેશની સૌથી મોટી તપાસ એજન્સી ગણવામાં આવતી હતી. કેન્દ્રમાં BJPની સરકાર બન્યા પછી જ્યારે CBI ભાજપનું શાસન ન ધરાવતાં રાજ્યોમાં કાર્યવાહી કરવાનું શરૂ કર્યું તો આ રાજ્યો એક થઈ ગયાં. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, મેઘાલય અને મિઝોરમ સહિતની ભાજપાનું શાસન ન ધરાવતાં રાજ્યોની સરકારોએ તેમનાં રાજ્યોમાં CBIની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો, એટલે કે રાજ્ય સરકારની પરવાનગી વગર CBI રાજ્યમાં તપાસ ન કરી શકે. થોડા દિવસો અગાઉ જ મેઘાલય રાજ્યએ CBIની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

9 રાજ્યમાં CBIની એન્ટ્રી પર પ્રતિબંધ લાગતાં મજબૂર બનેલી કેન્દ્ર સરકારે આર્થિક અપરાધોની તપાસ કરતી બીજી તપાસ એજન્સી, એટલે કે EDને સક્રિય કરવી પડી. તે નાણાં મંત્રાલયના રેવન્યુ વિભાગ અંતર્ગત એક વિશેષ નાણાકીય તપાસ એજન્સી છે.

છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં EDનો વ્યાપ એટલો વધ્યો છે કે દરેક કૌભાંડનો ખુલાસો હવે ED જ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ PMLA અંતર્ગત EDની ધરપકડ, સર્ચ અને જપ્તી સાથે સંકળાયેલી શક્તિઓને યથાવત્ રાખી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ધરપકડ માટે EDને આધાર બતાવવો જરૂરી નથી.

EDને સુપર પાવર ગણાવે છે PMLA
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002માં બન્યો હતો. આ કાયદો 2005માં અમલમાં આવ્યો. PMLA(સંશોધન) અધિનિયમ, 2012એ ગુનાઓની યાદીનો વ્યાપ વધાર્યો. એમાં ધનને છુપાવવા, અધિગ્રહણ અને ધનનો ગુનાહિત કામમાં ઉપયોગને સામેલ કરવામાં આવ્યા છે. આ સંશોધન અંતર્ગત EDને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. જ્યારે મની લોન્ડરિંગ એટલે કે પૈસાની હેરાફેરી. આ ગેરકાયદે રીતે કમાવવામાં આવેલા બ્લેક મનીને વ્હાઈટ મનીમાં બદલવાની ટેક્નિક છે. આવા મોટા ભાગના મામલા નાણાકીય કૌભાંડના જ હોય છે. એક્ટની અનુક્રમણિકામાં એમાં સામેલ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ EDને રાજકીય કૌભાંડ પર કાર્યવાહીનો અધિકાર આપે છે.

EDની પાસે વિશેષ અધિકાર
આ એક્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ને જપ્તી, કેસ કરવાની, ધરપકડ, તપાસ અને સર્ચનો પાવર આપે છે. આરોપી વ્યક્તિની જવાબદારી હોય છે કે તે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પુરાવા આપે.

ED પર એવો આરોપ મૂકવામાં આવે છે કે તે આ એક્ટની કડક જોગવાઈઓ, જેવી કે જામીનની કડક શરતો, ધરપકડના આધારોની માહિતી ન આપવી, FIRની કોપી વગર ધરપકડ, મની લોન્ડરિંગની વ્યાપક પરિભાષા, તપાસ દરમિયાન આરોપી તરફથી આપવામાં આવેલા નિવેદનને ટ્રાયલ તરીકે પુરાવા માનવા વગેરેનો એજન્સી દુરુપયોગ કરે છે.

PMLAના સેક્શન 3, 5, 18, 19, 24 અને 45 EDને સુપર પાવર બનાવે છે. ચાલો... તમને આ સેક્શન્સ અંગે એક-એક કરીને જણાવીએ...

સેક્શન 3: આ સેક્શન દોષિતોની વાત કરે છે. એમાં એવી દરેક વ્યક્તિ સામેલ હશે, જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ગુનામાં સામેલ છે.

સેક્શન 5: એમાં એવા લોકોની વાત કહેવામાં આવી છે, જેમની વિરુદ્ધ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. એમાં એ વાત પણ કહેવામાં આવી છે કે કઈ સ્થિતિમાં જપ્તી ન કરી શકાય.

સેક્શન 18: આ સર્ચ સંબંધિત સેક્શન છે. એમાં જણાવવામાં આવ્યું છે કે કઈ સ્થિતિમાં કોનું સર્ચ કરી શકાય છે.

સેક્શન 19: એમાં ધરપકડની રીતો વિશે જણાવવામાં આવ્યું છે. ક્યારે અને કઈ સ્થિતિમાં ધરપકડ કરી શકાય છે એનો પણ ઉલ્લેખ છે.

સેક્શન 24: આ સેક્શન બર્ડન ઓફ પ્રૂફની વાત કરે છે. તે એ કહે છે કે પોતે ગુનાહિત ન હોવાનું સાબિત કરવાની જવાબદારી આરોપી વ્યક્તિની હશે.

સેક્શન 42: એમાં કહેવામાં આવ્યું છે કે એક્ટ અંતર્ગત કઈ સ્થિતિમાં હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે.

EDની કાર્યવાહી પર બબાલ શા માટે થઈ
રાજકીય મામલાઓમાં EDની કાર્યવાહીથી હોબાળો થયો છે. રાજકીય પક્ષો એનો ભરપૂર ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. આ કારણે મોટા નેતા કાર્યકર્તાઓ, પ્રવક્તાઓ અને પોતાની મશીનરી દ્વારા મીડિયામાં પોતાને વિક્ટિમની જેમ રજૂ કરે છે અને સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરે છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાધીની પૂછપરછથી લઈને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારના મંત્રી સુધીની ધરપકડ ED જ કરી રહી છે.

કોંગ્રેસ, TMC સહિત તમામ વિપક્ષોનો આરોપ છે કે ભાજપ સરકાર રાજકીય વિરોધીઓને ટાર્ગેટમાં લેવા માટે EDનો દુરુપયોગ કરી રહી છે.

EDના એક્શનથી ત્રણ રાજ્યના ચાર મંત્રીને જેલ થઈ
ED
ના એક્શનથી પહેલી વખત જ એક વર્ષની અંદર ત્રણ રાજ્યના ચાર પ્રભાવશાળી મંત્રીને જેલમાં જવું પડ્યું છે. એમાં મહારાષ્ટ્રના તત્કાલીન બે કેબિનેટ મંત્રી અનિલ દેશમુખ અને નવાબ મલિક સામેલ છે. નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થઈ, જ્યારે દેશમુખની EDએ એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વઝે દ્વારા વસૂલવામાં આવેલા 4.7 કરોડના મામલામાં કરી છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે રકમ સચિન વઝેએ મુંબઈની ઘણી રેસ્ટોરન્ટ અને બાર ઓનર્સ પાસેથી એકત્રિત કરીને દેશમુખના ખાનગી સચિવ(PS) સંજીવ પલાંડે અને ખાનગી સહાયક(PA) કુંદન શિંદેને આપ્યા હતા. આ બંને પણ EDની કસ્ટડીમાં છે.

દિલ્હી સરકારમાં સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગના મામલામાં ED30 મેના રોજ ધરપકડ કરી હતી.

તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતીકૌભાંડમાં મંત્રી પાર્થ ચેટર્જીની ચાર દિવસ પહેલાં જ ધરપકડ થઈ છે. EDની રેડમાં પાર્થની નજીકના ગણતા અર્પિતા મુખર્જીના ઘરમાંથી 27 કરોડ રૂપિયાથી વધુની કેશ અને 5 કિલો સોનાનાં ઘરેણાં જપ્ત કરવામાં આવ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post