• Home
  • News
  • ભાજપની ફ્લોર ટેસ્ટની માંગ પર સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને નોટિસ આપી, આવતીકાલે 10.30 સુનાવણી કરાશે
post

ગઈ કાલે બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ પછી સ્પીકરે કોરોના વાઈરસનું કારણ રજૂ કરીને વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-17 12:06:19

નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસણ વચ્ચે ભાજપની ફ્લોર ટેસ્ટની માંગ પર હવે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને નોટિસ પણ આપી હતી. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત 10 ધારાસભ્યોએ સોમવારે અરજી કરી હતી.ભાજપે દાવો કર્યો છે કે, કમલનાથ સરકાર બહુમતી ગુમાવી ચૂકી છે. હવે કોંગ્રેસને સરકાર ચલાવવાનો બંધારણીય અધિકાર નથી. આ સંજોગોમાં તાત્કાલિક વિધાનસભા ફ્લોર ટેસ્ટ થવો જોઈએ. આ પહેલાં રાજ્યપાલ લાલજી ટંડને સોમવારે મુખ્યમંત્રીને બીજી વખત ચિઠ્ઠી લખીને આજે જ બહુમતી પરિક્ષણ કરાવવાનો આદેશ આપ્યો છે. ગઈ કાલે બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ પછી સ્પીકરે કોરોના વાઈરસનું કારણ રજૂ કરીને વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post