• Home
  • News
  • દીપિકા, શ્રદ્ધા, સારાના ડ્રગ્સ કેસ મામલે NDPS એક્ટના જાણકાર સુપ્રીમકોર્ટના વકીલ સુમિત વર્મા જણાવી રહ્યા છે કે NCBની કાર્યવાહીમાં શું યોગ્ય છે, શું ખોટું?
post

ડ્રગ્સ કેસમાં NCB એક્શનમાં, સુશાંતના મોતમાં ડ્રગ્સ એંગલથી તપાસ કરતાં ટોચની અભિનેત્રીઓ શંકાના દાયરામાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-24 11:25:23

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીએ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ હવે એકસાથે બોલિવૂડની ચાર મોટી હસ્તી સહિત 7ને પૂછપરછ માટે સમન્સ પાઠવી સનસનાટી મચાવી છે. તપાસ એજન્સીએ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહને અલગ અલગ દિવસે પૂછપરછ માટે બોલાવી છે.

ગુરુવારે રકુલ પ્રીત સિંહને પૂછપરછ માટે બોલાવાઈ છે. તેની સાથે શ્રુતિ મોદી, સિમોન ખંબાટાને પણ પૂછપરછ માટે બોલાવાઈ છે. ખરેખર ટેલન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશ અને દીપિકાના ચેટના સ્ક્રીનશોટ મળ્યા બાદ દીપિકાને પૂછપરછ માટે બોલવાઈ છે. કરિશ્માએ તેના વકીલના માધ્યમથી એનસીબી પાસે 25 સપ્ટેમ્બર સુધીની છૂટ માગી હતી.

વકીલે એનસીબીને કહ્યું હતું કે કરિશ્મા બીમાર છે, એટલા માટે તે હાજર નહીં થઈ શકે. જોકે ગોવાથી સમાચાર મળી રહ્યા હતા કે તે ગોવામાં દીપિકા સાથે છે. એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર(ઓપરેશન) કમલ મલ્હોત્રાએ દીપિકાની ધરપકડ કરવા અંગે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો. સૂત્રો મુજબ પૂછપરછ માટે એનસીબીના નિશાને એક પ્રસિદ્ધ ટીવી સિરિયલ નિર્માતા, 3 ફેશન ડિઝાઈનર, એક પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા-નિર્દેશક, બે મોટા હીરો અને બે કોરિયોગ્રાફર છે.

NDPS એક્ટના જાણકાર, સુપ્રીમકોર્ટના વકીલ સુમિત વર્માએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ચેટમાં ડ્રગ્સ લેવડ-દેવડની વાત સજાનો આધાર ત્યારે જ બને જ્યારે એનસીબી ખરીદી પણ સાબિત કરે.

સવાલ: શું સોશિયલ મીડિયામાં નશીલા પદાર્થની ફક્ત લેવડ-દેવડની વાત સજાનો આધાર બની શકે છે?
સુમીત વર્મા: કેસ બની શકે છે, એનસીબીએ ચેટિંગને પુરાવા તરીકે કોર્ટમાં સાબિત કરવી પડશે. એનસીબીએ સાબિત કરવું પડશે કે આરોપીઓએ ડ્રગ્સની ખરીદી કરી. પૈસાના ટ્રાન્ઝેક્શન પણ બતાવવા પડશે.

સવાલ: ચેટિંગમાં હેશ જેવા કોડના ઉપયોગથી કેસ બનશે?
સુમીત વર્મા: કેસ તો બની જશે. પણ એનસીબીએ આરોપીઓના મોબાઈલના માધ્યમથી એ સાબિત કરવું પડશે કે ચેટિંગ મજાકમાં કરાયું નથી. જૈન હવાલા કેસમાં પણ ડાયરીના કોડ વર્ડ્સ પર કેસ બન્યો હતો.

સવાલ: શું આવી ચેટિંગના આધારે દરોડા પાડી શકાય છે?
સુમીત વર્મા: હાલ દરોડા પાડી શકાય છે. તપાસને આગળ વધારવા, વાતચીતની લિન્કને સાચી સાબિત કરવા કે પુરાવા શોધવા માટે જરૂરી છે.

સવાલ: ડ્રગ્સ જપ્ત ન થાય, ફક્ત લેવડ-દેવડની વાત પર કેસ બનશે?
સુમીત વર્મા: એવામાં ડ્રગ્સના સેવનનો કેસ બનાવી શકાય છે. તેમાં એક વર્ષની સજાની જોગવાઈ છે. પણ આરોપીએ કોર્ટમાં નશામુક્તિની ઈચ્છા વ્યક્ત કરે તો તેને સજા નહીં થાય. નશામુક્તિ કેન્દ્ર મોકલાશે.

સવાલ: શું કોઈ આરોપીના નિવેદનના આધારે કોઈને પણ પૂછપરછ માટે બોલાવી શકાય છે?
સુમીત વર્મા: તપાસને આગળ વધારવા આ કરી શકાય છે.

સવાલ: શું જપ્તી વિના કોઈના નિવેદન પર કોઈ અન્યની વિરુદ્ધ કેસ બની શકે છે?
સુમીત વર્મા: જરૂર બની શકે છે. જો વ્યક્તિ ફેસિલિટેટ કરે છે અને પુરાવા આપે છે તો તેના આધારે એનસીબી અન્યને સંબંધિત કેસમાં ધરપકડ કરી શકે છે.

કયા ડ્રગ્સની કેટલી માત્રા પર કેટલી સજા?

·         ગાંજો : 1 કિલોથી ઓછું મળે તો નાની માત્રા છે. 1 કિલોથી 20 કિલો વચ્ચે ઈન્ટરમિડિયેટ માત્રા છે. બંને જામીનને પાત્ર ગુનો છે. 20 કિલોથી ઉપર વ્યાવસાયિક માત્રા છે. આ બિનજામીનપાત્ર ગુનો છે.

·         ચરસ, કોકેઈન, મારિજુઆના અને હશીશ : 100 ગ્રામથી ઓછી માત્રા નાની માત્રા છે. જામીન મળી જાય છે. 100 ગ્રામથી 1 કિલો સુધીની માત્રામાં મળે તો જામીન તથ્યોના આધારે મળે છે. 1 કિલોથી ઉપર મળતાં જામીન ના મળે.

·         હેરોઈન : 5 ગ્રામથી ઓછી નાની માત્રા છે, આ જામીનપાત્ર ગુનો છે. 250 ગ્રામથી વધુ વ્યાવસાયિક માત્રા છે. તેમાં કમસે કમ 10 વર્ષની સજાની જોગવાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post