• Home
  • News
  • ગુજરાત સરકારનું નોટિફિકેશન રદ:શ્રમ કાયદામાં ઢીલ બદલ ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કોરોના રાષ્ટ્રીય સુરક્ષાને ખતરારૂપ પબ્લિક ઈમરજન્સી ગણી શકાય નહીં
post

કોરોનાના કારણે ગુજરાત સરકારે ઉદ્યોગોને આર્થિક સંકટથી બચાવવા શ્રમ કાયદામાં કેટલીક ઢીલ આપવા 17 એપ્રિલે એક નોટિફિકેશન જારી કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 10:15:16

કોરોના મહામારીના કારણે ગુજરાતમાં ફેક્ટરીઓના કામના કલાકો વધારવાની છૂટ આપવાના મામલામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝટકો આપ્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, કે.એમ. જોસેફ અને ઈન્દુ મલહોત્રાની પીઠે શ્રમ કાયદામાં ઢીલ આપીને ફેક્ટરી સંચાલકોને રાહત આપનારી ગુજરાત સરકારનું નોટિફિકેશન રદ કરી દીધું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોરોના મહામારી પબ્લિક ઈમર્જન્સી નથી કારણ કે, તેનાથી દેશની સુરક્ષાને કોઈ ખતરો નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા હતું કે, રાજ્ય સરકારે કોરોના મહામારીને પબ્લિક ઈમર્જન્સી ગણીને આ નોટિફિકેશન જારી કર્યું હતું, જ્યારે કોરોના મહામારી ફેક્ટરી એક્ટની કલમ-5 હેઠળ પબ્લિક ઈમર્જન્સીના દાયરામાં નથી આવતી કારણ કે, તેનાથી દેશની સુરક્ષાને કોઈ ખતરો નથી.

શું હતું ગુજરાત સરકારનું નોટિફિકેશન?
કોરોનાના કારણે ગુજરાત સરકારે ઉદ્યોગોને આર્થિક સંકટથી બચાવવા શ્રમ કાયદામાં કેટલીક ઢીલ આપવા 17 એપ્રિલે એક નોટિફિકેશન જારી કર્યું હતું. આ નોટિફિકેશન થકી ગુજરાત સરકારે કારખાનાઓને ફેક્ટરી એક્ટ 1948ની કેટલીક જોગવાઈઓમાં ફેરબદલની છૂટ આપી હતી. પબ્લિક ઈમર્જન્સી નથી કારણ કે, તેનાથી દેશની સુરક્ષાને કોઈ ખતરો નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા હતું કે, રાજ્ય સરકારે કોરોના મહામારીને પબ્લિક ઈમર્જન્સી ગણીને આ નોટિફિકેશન જારી કર્યું હતું, જ્યારે કોરોના મહામારી ફેક્ટરી એક્ટની કલમ-5 હેઠળ પબ્લિક ઈમર્જન્સીના દાયરામાં નથી આવતી કારણ કે, તેનાથી દેશની સુરક્ષાને કોઈ ખતરો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post