• Home
  • News
  • મણિપુર મામલે 'સુપ્રીમ' સુનાવણી, CJI ચંદ્રચુડે કહ્યું- 3 મે થી અત્યાર સુધીમાં કેટલી FIR નોંધાઈ?
post

CJIએ કહ્યું કે, આ મામલે વધુ સુનાવણી આવતીકાલે બપોરે 2 વાગ્યે કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 18:16:07

મણીપુર વાયરલ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. CJI DY ચંદ્રચુડે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે, આ વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સામે આવ્યો છે, પરંતુ આ એકમાત્ર ઘટના નથી જ્યાં મહિલાઓ પર ઉત્પીડન થયું હોય આ સિવાય કેટલી અન્ય ઘટનાઓ પણ આવી રીતે થાય છે પરંતુ આપણી સામે આવી નથી. મણિપુર રાજ્યમાં હિંસાના મુદે ચિંતા વ્યક્ત કરતા CJIએ કહ્યું કે, આવતીકાલે બપોરે 2 વાગ્યે સુનાવણી કરવામાં આવશે.

મણીપુર મામલે સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરવાનો કર્યો આદેશ 

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ જાતિય સતામણી અને હિંસાની ઘટનાઓ પર સુનાવણી દરમિયાન કડક વલણ અપનાવ્યું છે. તેમણે હિંસાના મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક સમિતિની રચના કરવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ કેસોની તપાસ માટે માત્ર સીબીઆઈ અને એસઆઈટી પર આધાર રાખવો પૂરતો નથી. લોકોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવું પડશે. પહેલેથી જ ઘણો સમય વીતી ગયો છે. ત્રણ મહિના વીતી ગયા અને લોકો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી કોઈ પ્રક્રિયા શરૂ થઈ નથી.

સુપ્રીમ કોર્ટનું કડક વલણ કહ્યું-પોલીસ શું કરી રહી હતી?

જો અમે સરકારના પ્રયાસો સાથે સહમત થઈએ તો તેમાં દખલ કરવાની જરૂર ન રહે. આ દરમિયાન ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે 4 મેની ઘટના અંગે 18 મેના રોજ 14 દિવસ પછી કેસ કેમ નોંધવામાં આવ્યો? આટલા દિવસો સુધી પોલીસ શું કરતી હતી? આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક વીડિયોમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી અને દુષ્કર્મ કરવામાં આવ્યો. આ દરમિયાન પોલીસ શું કરી રહી હતી?

3 મે થી અત્યાર સુધીમાં કેટલી FIR નોંધાઈ છે?

CJIએ કહ્યું કે, આપણે મહિલાઓ વિરુદ્ધ હિંસાના વ્યાપક મુદ્દાને જોવા માટે એક સિસ્ટમ પણ બનાવવી પડશે. આ સિસ્ટમે સુનિશ્ચિત કરવું જોઈએ કે, આવા તમામ કેસોની કાળજી લેવામાં આવે. આ ઉપરાંત CJI એ પ્રશ્ન પૂછતાં કહ્યું કે, મણિપુરમાં હિંસા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આવી કેટલી એફઆઈઆર નોંધાઈ છે. સુપ્રીમ કોર્ટ બંને પક્ષોને ટૂંકમાં સાંભળશે અને પછી યોગ્ય પગલાં અંગે નિર્ણય લેશે. અમારી પાસે અત્યાર સુધી કોઈ પુરાવાનો રેકોર્ડ નથી.

'મહિલાઓ CBI તપાસની વિરુદ્ધ'

મણિપુરની બે પીડિત મહિલાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, મહિલાઓ આ મામલાની સીબીઆઈ તપાસ અને કેસને આસામમાં ટ્રાન્સફર કરવાની વિરુદ્ધ છે. તેના પર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે ક્યારેય ટ્રાયલને આસામમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી નથી. 

SCની દેખરેખ હેઠળ તપાસ સામે કોઈ વાંધો નથી: કેન્દ્ર 

કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને કહ્યું, તે સ્પષ્ટ છે કે પોલીસ બે મહિલાઓ પર હિંસા કરનારાઓ સાથે મળીને કામ કરી રહી છે અને પોલીસ આ મહિલાઓને ટોળામાં લઈ ગઈ હતી અને ટોળાએ જે કર્યું તે કરવા દેવામાં આવ્યું હતું. તે જ સમયે, સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાનું કહેવું છે કે, જો સુપ્રીમ કોર્ટ આ મામલાની દેખરેખ રાખે તો કેન્દ્રને કોઈ વાંધો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post