• Home
  • News
  • મહત્વનો નિર્ણય:6 સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટ ફરીથી ધમધમતું થશે, 30 ફ્લાઇટ ઓપરેટ થતા અવર જવર વધશે
post

ઇન્ડિગોની દિલ્હીની સોમવારે, બુધવારે, શુક્રવારે અને શનિવારે ફ્લાઈટ ઓપરેટ કરાઈ છે તે કાર્યરત રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-05 16:49:24

છઠ્ઠી સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટ ફરી ધમધમતું થશે. રવિવારથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કર્યા બાદ સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સ પણ તબક્કાવાર પોતાની ફલાઇટ શરૂ કરશે. સુરત એરપોર્ટથી હાલમાં સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સની મળી ત્રણ દિલ્હીની, એક બેંગ્લોરની, એક હૈદરાબાદની અને એક કોલકાતાની એમ 6 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. દરમિયાન છઠ્ઠી સપ્ટેમ્બરથી એર ઇન્ડિયા એરલાઇન્સ રવિવારે દિલ્હી, ગોવા અને હૈદરાબાદની તેમજ સોમવારે અને બુધવારે દિલ્હી, કોલકાતા અને ભુવનેશ્વરની ફ્લાઇટ ઓપરેટ કરનારી છે.

15 ફ્લાઇટ આવશે અને 15 ફ્લાઇટ જશે
આ સાથે જ સ્પાઇસ જેટ એરલાઇન્સ છઠ્ઠી સપ્ટેમ્બરથી રવિવારે, સોમવારે અને શનિવારે હૈદરાબાદની ફ્લાઇટ ઓપરેટ કરશે તથા આઠમીથી બેંગ્લોર અને કોલકાતાની ડેઇલી ફ્લાઇની સાથે દસમી સપ્ટેમ્બરથી હૈદરાબાદની ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરશે. ઇન્ડિગો એરલાઇન્સની સોમવારે, બુધવારે, શુક્રવારે અને રવિવારે હૈદરાબાદની તેમજ સોમવારે, બુધવારે, ગુરૂવારે, શુક્રવારે, શનિવારે અને રવિવારે બેંગ્લોરની તેમજ દિલ્હીની ડેઇલી તથા દિલ્હીની જ અન્ય એક જે સોમવારે, બુધવારે, શુક્રવારે અને શનિવારે ઓપરેટ કરાઈ છે, તે કાર્યરત રહેશે. એવી જ રીતે સ્પાઇસ જેટ એરલાઇન્સની દિલ્હીની ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરાઈ છે તે પણ કાર્યરત રહેશે. આમ, છઠ્ઠી સપ્ટેમ્બર બાદ સુરત એરપોર્ટથી 30 ફ્લાઇટ ઓપરેટ થશે એટલે કે 15 ફ્લાઇટ આવશે અને 15 ફ્લાઇટ જશે તેવું કહી શકાય. નેશનલ લોકડાઉન 4.0માં 25 મે, 2020થી ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપેરેટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ફ્લાઈટનું ટાઈમ ટેબલ

કંપની

વાર

સ્થળ

એર ઈન્ડિયા

રવિ

દિલ્હી, ગોવા અને હૈદરાબાદ

બુધ

દિલ્હી, કોલકાતા અને ભુનેશ્વર

સ્પાઇસ જેટ

રવિ-સોમ-શનિ

હૈદરાબાદ

8 સપ્ટેમ્બરથી દરરોજ

બેંગ્લોર અને કોલકાતા

10 સપ્ટેમ્બરથી દરરોજ

હૈદરાબાદ

ઇન્ડિગો

સોમ-બુધ-શુક્ર-રવિ

હૈદરાબાદ

સોમ-બુધ-ગુરૂ-શુક્ર-શનિ-રવિ

બેંગ્લોર-દિલ્હી

 

adv

Related News

post
post
post
post
post
post
post