• Home
  • News
  • સુરતના અંબિકા નિકેતન મંદિરમાં હાફ પૅન્ટ અને સ્કર્ટ પહેરીને જવા પર પ્રતિબંધ
post

મંદીરમાં દરેક જાતના લોકો ભગવાન ના દર્શન માટે જતા હોય છે પણ સુરત ના અંબિકા નિકેતન મંદિર માં લાગેલા બૅનર ને લઈને મંદિર વિવાદ માં આવ્યુ

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-02 14:05:15

મંદીરમાં દરેક જાતના લોકો ભગવાન ના દર્શન માટે જતા હોય છે પણ સુરત ના અંબિકા નિકેતન મંદિર માં લાગેલા બૅનર ને લઈને મંદિર વિવાદ માં આવ્યુ છે. સુરતના આ મંદિરને હાફ પૅન્ટ અને સ્કર્ટ પહેરી મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી છે. નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે સુરતના મંદિરના આવા નિર્ણયથી વિવાદ થયો છે. સુરતના મંદિરે સૂચના આપી છે કે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોએ મંદિરમાં હાફ પૅન્ટ અને સ્કર્ટ પહેરીને આવવું નહીં.

સુરતના પારલે પૉઇન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતનર હાલમાં નવરાત્ર ચાલતા હોવાને લઈને ભક્તો ભીડ લાગતો હોય છે ત્યારે મંદિરના પ્રવેશ દ્વાર પાસે મંદિર ના સંચાલકો દ્વારા એક બૅનર લગાવામાં આવ્યુ છે જેને જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા છે આ બૅનરમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો મંદિરમાં હાફ પૅન્ટ કે સ્કર્ટ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં તેવી સૂચના લખતાં વિવાદ થયો છે.સુરતનું આ મંદિર આવા નિયમના લીધે વિવાદમાં આવ્યું છે, કહેવાય છે કે ભગવાનનો વાસ બાળકોમાં હોય છે ત્યારે આ આ મંદિર દ્વારા બાળકોને મંદિરમાં આવતા અટકવામાં આવે છે.

જોકે, મંદિરના વ્યવસ્થાપકો દ્વારા આ અંગે કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી પરંતુ સુરતના આ મંદિરના નિયમના કારણે લોકો વિચારવા મજબૂર કરી દીધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post