• Home
  • News
  • સુરતમાં દબાણ હટાવા આવેલ મનપાની ટીમ પર હુમલો
post

સુરતની ચોક બજાર શહેરની શાન છે અને તેમાં આવેલી ચૌટા બજાર મહિલાઓની ખરીદીનું મનપસંદ સ્થળ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-03 15:24:26

સુરત : સુરતની ચોક બજાર શહેરની શાન છે અને તેમાં આવેલી ચૌટા બજાર મહિલાઓની ખરીદીનું મનપસંદ સ્થળ છે. આ વિસ્તારમાં ફેરિયાઓ રસ્તા પર વર્ષોથી દબાણ કરી બેઠા છે. તંત્ર દ્વારા અનારનવાર દબાણ હટાવામાં છે પરંતુ તેના કલાક માંજ ફરીથી દબાણ કરવામાં આવે છે. જોકે, મનપાની દબાણશાખા જ્યારે ચૌટા બજારમાં દબાણ હટાવવા ગઈ હતી ત્યારે આ વિસ્તારના લોકો ઉશ્કેરાયા હતા અને મનપાના સ્ટાફ પર હુમલો કરી તેમને રસ્તા પર દોડાવીદોડાવીને માર માર્યો હતો. જોકે આ મામલે મનપા અધિકારી ઓ દ્વારા મોડી રાત્રે રાયોટીંગની ફરિયાદ નોંધવવામાં આવી છે.

બનાવની વિગત એવી છે કે સુરતનો જૂનો વિસ્તાર એટલે ચૌટાબજાર. આ બજાર સુરતની શાન હોવાની સાથે શહેરની સૌથી મોટી બજાર છે, પણ અહીંયા આવેલ દુકાનદારો દ્વારા દુકાનની બહાર દબાણ કરી તે જગ્યા ભાડા પર આપવામાં આવે છે. જોકે આ દબાણ પાછળ અધિકારી હપ્તા લેતા હોવાની ફરિયાદ છે અને તેના કારણે આ વેપારીઓ વર્ષોથી અડિંગો જમાવીને બેઠા છે. થોડા સમયથી તંત્ર દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે ગતરોજ પણ સેન્ટ્રલ ઝોને ચૌટાબજારમાં રસ્તા, ફૂટપાથના નડતરરૂપ લોખંડના એંગલ, ચેનલ , પાઈપ્સ, હૂક, સ્ટેન્ડ જેવા દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post