• Home
  • News
  • સુરત ST વિભાગને તહેવાર ફળ્યો:રોજની વધારાની 600 બસ દોડાવી 7 દિવસમાં 4.5 કરોડની કમાણી કરી, 7 લાખ 82 હજારથી વધુ મુસાફરે પ્રવાસ કર્યો
post

26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રોજની વધારાની 600 બસ દોડાવાઈ હતી, જેમાં 7,82,722 મુસાફરે પ્રવાસ કર્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-02 19:59:25

શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવતા હોય છે. તહેવારોની ઉજવણી ક૨વા માટે લોકો વતન જતા હોય છે. તેમાં પણ બે દિવસ પહેલા રક્ષાબંધનના કારણે ઘણા લોકો વતન ગયા હતા. સુરત એસટી વિભાગે રેગ્યુરલ બસો ઉપરાંત વધારાની બસો દોડાવી હતી. સાત દિવસમાં એસટી વિભાગને 4.5 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

રેગ્યુલર બસો ઉપરાંત વધારાની બસો દોડાવી
શ્રાવણ મહિનામાં તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં શહેરીજનો વતનમાં જતા હોય છે. શ્રાવણ મહિનામાં લોકો ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરતા હોય છે. ત્યારે શહેરીજનોની સુવિધા માટે એસટી વિભાગે રેગ્યુલર બસો ઉપરાંત વધારાની બસો દોડાવી હતી.

રોજની વધારાની 600 બસ દોડાવાઈ
સુરત એસટી નિગમની રેગ્યુલર 600 બસ દોડતી હતી. શ્રાવણ મહિનામાં અને રક્ષાબંધન પર્વ નિમિત્તે એસટી વિભાગે વધારાની બસો દોડાવી હતી. તેમાં સૌથી વધારે દાહોદ, અમરેલી અને ભાવનગર શહેર માટે બસો દોડાવી હતી. 26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રોજની વધારાની 600 બસ દોડાવાઈ હતી, જેમાં 7,82,722 મુસાફરે પ્રવાસ કર્યો હતો.

છેલ્લા બે દિવસમાં 1.54 કરોડની આવક
સુરત એસટી વિભાગને 4.05 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેમાં પણ રક્ષાબંધનનો તહેવાર હોવાથી છેલ્લા બે દિવસમાં 2.70 લાખ પેસેન્જર્સે એસટી બસનો લાભ લીધો હતો. આ બે દિવસમાં સુરત એસટી નિગમને 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post