• Home
  • News
  • સુરતમાં ટાઇમ્સ હેવન્સ ક્લબ સામે GSTની કાર્યવાહી, ગ્રાહકો પાસેથી 3.70 કરોડનો ટેક્સ લઇને છેતરપિંડી
post

સુરતમાં ટાઇમ્સ હેવન્સ ક્લબ સામે GSTની કાર્યવાહી, ગ્રાહકો પાસેથી 3.70 કરોડનો ટેક્સ લઇને છેતરપિંડી

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 12:30:34

સુરતઃ GSTને નામે રાજ્યમાં કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, જેમાં ખાસ કરીને સુરતમાંથી મોટા કૌભાંડો પકડાઇ રહ્યાં છે, DGGI (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે) આવા વધુ એક સ્કેમનો પર્દાફાશ કર્યો છે, સુરત શહેરની જાણીતી ટાઇમ્સ હેવન્સ ક્લબ પ્રાયવેટ લિમિટેડ કંપની પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ, તપાસમાં જાણવા મળ્યું છે કે જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ થયું હોવા છતાં કંપની દ્વારા ગ્રાહકો પાસેથી GST ઉઘરાવવામાં આવ્યો છે, જેમાં તપાસ કરતા 3.70 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી છે, અધિકારીઓએ અહીથી મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે, જેમાં ચોરીનો આંકડો વધવાની શક્યતા છે.


સુરતની આ ક્લબ દેશભરમાં પોતાની શાખાઓ ધરાવે છે, આ કંપની ક્લબ મેમ્બરશીપ, સર્વિસ અને હોટલ મેનેજમેન્ટનું કામ કરે છે, અધિકારીઓની તપાસમાં સામે આવ્યું છે કે આ કંપનીનો GST નંબર એક મહિના સુધી રદ્ થયો હતો, તે દરમિયાન ગ્રાહકો પાસેથી તેમને જીએસટીના નામે ટેક્સ ઉઘરાવ્યો હતો, આ આંકડો હાલમાં 3.70 કરોડ રૂપિયાની આસપાસ છે, અને તેની તપાસ હજુ ચાલુ જ છે, એક અધિકારી ના જણાવ્યાં મુજબ ટેક્સ ચોરીનો આંકડો વધી શકે તેમ છે


adv

Related News

post
post
post
post
post
post
post