• Home
  • News
  • સુશાંત કેસમાં નવો વળાંક:રિયાને મોર્ચુરીમાં જવાની મંજૂરી કેવી રીતે મળી? કૂપર હોસ્પિટલ અને મુંબઈ પોલીસને માનવાધિકાર પંચની નોટિસ
post

CBIની 5 દિવસની તપાસમાં સિદ્ધાર્થ પિઠાણી સાથે સૌથી વધુ સવાલ જવાબ કરાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 10:43:33

સુશાંત કેસમાં નવો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર માનવાધિકાર પંચે કૂપર હોસ્પિટલ અને મુંબઈ પોલીસને નોટિસ મોકલી છે. રિયા ચક્રવર્તીને મોર્ચુરીમાં જવાની મંજૂરી આપવા અંગે પંચે સવાલ કર્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટ અને પોલીસને પુછ્યું કે, કયા નિયમો હેઠળ રિયાને મંજૂરી આપવામાં આવી હતી?

NCB પણ રિયાની પૂછપરછ કરશે
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIની તપાસનો આજે છઠ્ઠો દિવસ છે. રિયા ચક્રવર્તી અને સુશાંત વચ્ચે ડ્રગ્સ અંગે થયેલી ચેટ સામે આવ્યા પછી પાંચમી તપાસ એજન્સી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) પણ આ કેસમાં તપાસમાં જોડાઈ છે. NCBના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ ઝડપથી આ કેસમાં તપાસ શરૂ કરવાની વાત કહી છે.

માનવામાં આવી રહ્યું છે કે આગામી એક-બે દિવસમાં NCBની ટીમ રિયાની પૂછપરછ કરી શકે છે. તો આ તરફ રિયાના વકીલ સતીશ માનશિંદેએ ડ્રગ્સની થિયરીને ખોટી ગણાવતા કહ્યું કે, આ કેસમાં રિયા કોઈ પણ તપાસ માટે તૈયાર છે. તેમણે ક્યારે ડ્રગ્સ નથી લીધું.

EDએ રિયાના વોટ્સએપમાંથી ડિલીટ કરેલી ચેટ CBIની સાથે સાથે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ને પણ સોંપી છે. આ ચેટ રેકોર્ડને રિયાના મોબાઈલ ફોનથી રિકવર કરવામાં આવ્યો હતો. EDએ તેને 10 ઓગસ્ટે જપ્ત કર્યો હતો. જેમાં રિયાની તરફથી ડ્રગ્સની વાત કરવાનો ઉલ્લેખ છે.

ડિલીટ કરાયેલી ચેટમાં આ વાતોનો ઉલ્લેખ

·         રિયા તરફથી હાર્ડ ડ્રગ MDMની વાત કરવામાં આવી છે. આ પાર્ટી ડ્રગ છે જે મુંબઈમાં સરળતાથી મળી જાય છે.

·         સેમ્યુઅલ મિરાંડાએ રિયાને કહ્યું હતું કે, હેલો રિયા,બધો સામાન લગભગ ખતમ થઈ ગયો છે.

·         એક ચેટમાં જયા સાહાએ રિયાને કહ્યું હતું કે, પાણી, ચા અથવા કોફીમાં 4 ડ્રોપ નાંખીને એને આપવાના છે. પછી 40 મીનિટ લાગશે.

ડ્રગ્સ કનેક્શન અંગે સુશાંતની બહેને કહ્યું-આ ગુનો છે
રિયાના ડ્રગ્સ કનેક્શન અંગે બુધવારે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટર પર લખ્યું કે, આ ગુનો છે.CBIએ આ અંગે તાત્કાલિક એક્શન લેવા જોઈએ.

સિદ્ધાર્થ પિઠાણી સાથે મોડી રાતે લગભગ દોઢ વાગ્યા સુધી પૂછપરછ કરાઈ
CBI
એ મંગળવારે સુશાંત કેસ સાથે જોડાયેલા 6 લોકોની પૂછપરછ કરી હતી. જેમાં સુશાંતના રૂમમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણી, કુક નીરજ અને કેશવ બચનેર, હાઉસકીપિંગ સ્ટાફ સેમ્યુઅલ મિરાંડા,CA રજત મેવાતી અને સંદીપ શ્રીધર સામેલ છે.

પિઠાણી સાથે મોડી રાતે દોઢ વાગ્યે પૂછપરછ કરાઈ હતી. CA શ્રીધર સાથે 10 કલાક પૂછ પરછ કરાઈ છે. કેશવ સાથે પહેલી વખત સવાલ જવાબ કરવામાં આવ્યા.જેમાંથી ઘણા લોકોને આજે ફરી બોલાવાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, CBIની છેલ્લા પાંચ દિવસોની તપાસમાં સિદ્ધાર્થ પિઠાણી સૌથી મોટો શંકાસ્પદ છે. CBI તેની 4 વખત પૂછપરછ કરી ચુકી છે.

CBI આજે રિયાને પણ સમન્સ મોકલી શકે છે
તપાસ એજન્સીએ સુશાંતનું પોસ્ટમાર્ટમ કરનારા 2 ડોક્ટર્સ સાથે પણ વાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે પોસ્ટમાર્ટમ ટીમ સાથે જોડાયેલા વધુ 3 ડોક્ટર્સ સાથે આજે પૂછપરછ કરવામાં આવી શકે છે. CBI આજે રિયા અને તેના પરિવારને પણ પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે

સંદીપ સિંહને ED સમન મોકલશે
સુશાંત કેસમાં તેમના કથિત મિત્ર સંદીપ સિંહની પણ ઝડપથી પૂછપરછ કરાશે. ED સંદીપ સિંહને ટૂંક સમયમાં સમન્સ મોકલશે. સુશાંતના મોત પછી સંદીપ સિંહ અચાનક ચિત્રમાં જોવા મળ્યા હતા અને ઘરથી માંડી પોસ્ટમાર્ટમ હાઉસ સુધી જોવા મળ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post