• Home
  • News
  • સુશાંત મૃત્યુ કેસ:નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સેમ્યુઅલ મિરાંડાને કસ્ટડીમાં લીધો, ડ્રગ્સ કેસમાં પ્રથમવાર રિયાના ઘરે પણ શોધખોળ થઈ, ભાઈ શોવિકને સમન્સ મોકલ્યું
post

NCBએ ડ્રગ્સ મામલે અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરી છે, બધાએ રિયા, શોવિક અને સેમ્યુઅલ સાથે કનેક્શન હોવાની વાત સ્વીકારી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 11:05:23

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુશાંતના મેનેજર રહી ચૂકેલા સેમ્યુઅલ મિરાંડાને કસ્ટડીમાં લીધો.આની પહેલાં સેમ્યુઅલ મિરાંડાના ઘરની શોધખોળ કરવામાં આવી હતી. તો બીજી તરફ ટીમ રિયા ચક્રવર્તીના ઘરની પણ શોધખોળ કરી રહી છે. NCBએ ડ્રગ્સ મામલે જૈદ વિલાત્રા સહિત અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરી છે. તેણે રિયા, શોવિક અને સેમ્યુઅલ સાથે કનેક્શન હોવાની વાત સ્વીકારી છે.

NCBએ રિયાના ભાઈ શોવિકને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. આજે તેને પ્રશ્નો પૂછવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, NCBની 2 ટીમ સવારે 6:30 વાગ્યે રિયાનાં ઘરે પહોંચી હતી. એજન્સીના ઓફિસર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, ડ્રગ્સ મામલે તપાસ ચાલી રહી છે.

અપડેટ્સ

·         NCBની ટીમે રિયા અને સેમ્યુઅલનાં ઘરે મોબાઈલ, હાર્ડ ડિસ્ક અને લેપટોપની તપાસ કરી. રિયાની કાર પણ ચેક કરી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ચક્રવર્તી પરિવાર તપાસમાં ટીમને સાથ આપી રહ્યો છે.

·         રેડ પછી શોવિકને કસ્ટડીમાં લઇ શકે છે

·         NCB ઓપરેશન સેલના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, આ બધું એક પ્રોસેસ માટે થઇ રહ્યું છે. અમે શોવિક અને સેમ્યુઅલના ઘરની તપાસ કરી રહ્યા છીએ.

અત્યાર સુધી ડ્રગ્સ મામલે 5 લોકોની ધરપકડ
NCBએ ડ્રગ્સ કનેક્શનમાં અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરી છે. ગુરુવારે જૈદ વિલાત્રાને કોર્ટમાં હાજર કર્યો હતો. NCBએ કોર્ટ પાસેથી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ 9 દિવસના મળ્યા.1 સપ્ટેમ્બરે જૈદને મુંબઈથી પકડવામાં આવ્યો હતો.

NCBએ ડ્રગ્સ કેસમાં અબ્દુલ બાસિત પરિહારની પણ ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાસિત અને જૈદનું કનેક્શન રિયાના સાથી સેમ્યુઅલ મિરાંડા સાથે હતું. આ લોકોએ પૂછપરછમાં રિયા અને તેના ભાઈ શોવિકનું નામ લીધું છે.

શોવિક તથા રિયાની ડ્રગ્સ ચેટ સામે આવી
રિયા તથા તેના ભાઈ શોવિકની ડ્રગ્સ વેપાર સાથે જોડાયેલી કેટલીક ચેટ તથા પિતા માટે દીકરા દ્વારા ખરીદાયેલા ડ્રગ્સની વાત સામે આવી છે. 10 ઓક્ટોબર 2019ના રોજની આ ચેટમાં શોવિક પાસે તેનો મિત્ર ડ્રગ્સ માટે મદદ માગે છે અને તે તેને પાંચ ડ્રગ્સ વેચનારાના નંબર આપે છે. ચેટમાં શોવિકનો મિત્ર તેને વીડ, હૈશ, બડ જેવા ડ્રગ્સ વિશે પૂછી રહ્યો છે. શોવિક તેના મિત્રને બડ નામના ડ્રગ માટે જૈદ અને બસીતનો નંબર આપે છે. માનવામાં આવી રહ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ જ ચેટના આધારે જૈદ અને બસીતને છેલ્લા બે દિવસમાં અરેસ્ટ કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post