• Home
  • News
  • સુશાંત ડેથ કેસ:9 સપ્ટેમ્બર સુધી શોવિક-મિરાન્ડા NCBના રિમાન્ડમાં રહેશે, CBI ઓફિસમાં સુશાંતની બહેન મીતુની પૂછપરછ
post

શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો, કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-05 16:46:33

શુક્રવારે મોડી રાતે NCBએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી. કોર્ટે શોવિક તથા સેમ્યુઅલના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બંને નવ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર રહેશે. મેજિસ્ટ્રેટ નરેન્દ્ર જોષીએ આ ચુકાદો આપ્યો હતો. આ સાથે જ કૈઝાનને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સુશાંત સિંહ રાજપૂતના ઘરે કામ કરતા દીપેશ સાવંતની ધરપકડ કરી શકે છે. આખી રાત તેની પૂછપરછ કરવામાં આવી હતી. તો હવે CBI સુશાંતની બહેન મીતુની પૂછપરછ કરી રહ્યું છે.

તમામ લોકોને NCB ઓફિસ લઈ જવામાં આવ્યા
તમામ (શોવિક, સેમ્યુઅલ, કૈઝાન)ને NCB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. અહીંયા ડિટેલમાં વાતચીત કરવામાં આવશે. તમામને પૂછવામાં આવશે કે ડ્રગ્સ કોણે ખરીદ્યું હતું? પૈસા કોણ આપતું હતું? કેટલા પૈસા આપ્યા હતા? કેટલું ડ્રગ્સ લીધું હતું? આ સાથે જ શોવિકને રિયાનો આમાં શું રોલ છે, તે પૂછવામાં આવશે. રિમાન્ડની કૉપીમાં લખવામાં આવ્યું છે કે શોવિક-રિયા અને દીપેશ સાવંતની સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે.

NCBએ મીડિયા સાથે વાત કરી
શોવિકને રિમાન્ડ મળ્યા બાદ NCBના અધિકારીએ મુથા અશોક જૈને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે NCB પાસે બહુ બધી માહિતી છે. તેમને વિશ્વાસ છે કે તેમને હજી આ કેસમાં વધુ માહિતી મળશે. તેઓ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલુ રાખશે. મુથાએ કહ્યું હતું કે NCB હવે આ કેસમાં હવે ઈન્ટરનેશનલ કનેક્શન પર ધ્યાન આપશે. શોવિક તથા સેમ્યુઅલની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી અને આગળ પણ અન્ય લોકોની તપાસ કરવામાં આવશે. આ સાથે જ મુથાએ મીડિયાને અટકળો કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ માહિતી અંગે અત્યારે કોઈ ખુલાસો કરી શકે તેમ નથી. મુથાએ કહ્યું હતું કે મીડિયા કોની પૂછપરછ કરવામાં આવશે તે અંગે કોઈ અટકળ ના કરે. કંગના રનૌતનું આ કેસ સાથે કોઈ કનેક્શન નથી. જો તે કોઈ માહિતી આપે છે તો NCB તેની તપાસ કરશે. આ ડ્રગ કેસમાં જેટલા પણ લોકો જોડાયેલા છે, NCB તમામને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવશે.

કૈઝાનને જામીન મળ્યા
શોવિક તથા સેમ્યુઅલ ઉપરાંત ડ્રગ્સ પેડલર કૈઝાન ઈબ્રાહિમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, કૈઝાનને એસ્પાલેડ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

કોર્ટમાં રજૂ કરતા પહેલા NCBએ મુંબઈની લોકમાન્ય તિલક હોસ્પિટલમાં શોવિક તથા મિરાન્ડાનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા કૈઝાન ઈબ્રાહિમ તથા જૈદને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચારેયનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

NCBએ સાત દિવસના રિમાન્ડ માગ્યા
NCB
એ શોવિક તથા સેમ્યુઅલના સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે આ બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શોવિક ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ NCB રિમાન્ડનો વિરોધ કર્યો હતો. શોવિક ચક્રવર્તી તથા સેમ્યુઅલ મિરાન્ડાનો મુંબઈની કિલા કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો. કોર્ટમાં NCBના અધિકારી સમીર વાનખેડે હાજર હતા.

રિયાની 6 સપ્ટેમ્બરે પૂછપરછ થાય તેવી શક્યતા
રિયા આજે એટલે કે પાંચ સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગે રિયાને સમન્સ પાઠવી શકે છે. ચર્ચા છે કે NCB રવિવાર, છ સપ્ટેમ્બરના રોજ રિયાની પૂછપરછ કરી શકે છે.

CBI ટીમ મુંબઈના DRDO ગેસ્ટ હાઉસ પહોંચી
CBI
અધિકારી નૂપુર પ્રસાદ DRDO ગેસ્ટ હાઉસ પહોંચી ગયા છે. CBI સ્મિતા પરીખની પૂછપરછ કરી હતી. સિદ્ધાર્થ પિઠાનીની હાલમાં પૂછપરછ થઈ રહી છે. સુશાંતની બહેન મીતુ સિંહ પણ હાલમાં DRDO ગેસ્ટ હાઉસમાં છે અને CBI તેની પૂછપરછ કરી રહી છે.

ટીમે સુશાંતના બાંદ્રા સ્થિત ઘરની તપાસ કરી

CBI તથા AIIMSની ટીમ સુશાંતના બાંદ્રા સ્થિત ઘરમાં દોઢ કલાક સુધી વીડિયોગ્રાફી તથા તસવીરો લીધી હતી. આ સમયે સુશાંતની બહેન મીતુ પણ હાજર હતી. સિદ્ધાર્થ પિઠાની, નીરજ પણ સુશાંતના ઘરમાં હાજર હતાં. આ પહેલા પણ એકવાર CBIની ટીમ સુશાંતના ઘરમાં ક્રાઈમ સીન રી-ક્રિએટ કરવા પહોંચી હતી.

પુરાવાના આધારે આ ધરપકડ થઈ હતીઃ NCB ડેપ્યુટી ડિરેક્ટર
રિયાના ભાઈ શોવિક તથા સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ પર NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ કહ્યું હતું, પુરાવાના આધારે આ ધરપકડ કરવામાં આવી હતી. ડિજિટલ પુરાવા તથા રોકડ રકમ મળતા ધરપકડ કરવામાં આવી હતી. જૈદ તથા અન્ય ડીલર્સ અંગે મલ્હોત્રાએ કહ્યું હતું, આ લોજિસ્ટિકની ચેનમાં સામેલ હતા અને તેથી તેમને પકડવામાં આવે છે. સીઝર્સ તથા ચેટના આધાર પર નહીં પરંતુ ટેક્નિકલ તથા ડિજિટલ પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી છે. સુશાંત-મિરાન્ડાની વચ્ચેના ડ્રગ્સ સંબંધો અંગે મલ્હોત્રાએ કહ્યું હતું, સેમ્યુઅલ, સુશાંતના ત્યાં કામ કરતો હતો અને તેથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. હજી પૂછપરછ કરવાની બાકી છે. કયો ડ્રગ્સ ડીલર ક્યા મળ્યો તે વધુ મહત્ત્વનું નથી. ડ્રગ્સ મની તથા ડ્રગ્સનું કનેક્શન ક્યા ક્યા છે, તે વાત મહત્ત્વની છે. વધુમાં મલ્હોત્રાએ કહ્યું હતું, કોર્ટમાં જે રિમાન્ડ પેપર જમા કરવામાં આવ્યા છે, તે પુરાવના આધારે જમા કરવામાં આવ્યા હતા. જે કરંટ નેટવર્ક છે, તે બોલિવૂડની જ છે. માત્ર બોલિવૂડ જ ટાર્ગેટમાં નથી. જે ડ્રગ્સનું ખરીદ-વેચાણ કરશે તે તમામ પર કાર્યવાહી કરવામાં આવશે.

ધરપકડ બાદ સુશાંતના પરિવારના વકીલે શું કહ્યું?
ઝૂમ ટીવી સાથેની વાતચીતમાં વિકાસ સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, હું તો બસ એટલું જ કહી શકીશ કે આ તો શરૂઆત છે. જરા વિચાર તો કરો કે મુંબઈ પોલીસ અત્યાર સુધી બધાથી શું છુપાવી રહી હતી.

રિયાની ધરપકડ થઇ શકે છે
NCB
રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇલેક્ટ્રોનિક એવિડન્સને આધારે શોવિક ના નહિ પાડી શકે કે તેણે રિયાના કહેવા પર ઘણીવાર ડ્રગ્સ ખરીદ્યા હતા. આથી રિયાની ધરપકડ પણ કદાચ નક્કી જ છે.

શુક્રવારે સવારે 6:40 વાગ્યે રિયા અને મિરાન્ડાના ઘરે દરોડા પાડીને શરુ થયેલી NCBની કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે. આ ઉપરાંત સુશાંત કેસમાં પણ CBI તપાસનો આજે 16મો દિવસ છે. સુશાંતના સંપર્કમાં રહેતા કેટલાક લોકોને DRDO ઓફિસ બોલાવવામાં આવશે.

ડ્રગ્સ પેડલર સાથે શોવિકના સંપર્ક હોવાના પુરાવા મળ્યા
ડ્રગ્સ મામલે ધરપકડ કરાયેલા કૈઝાન, બાસિત પરિહાર અને ઝૈદ શોવિક સાથે ડાયરેક્ટ સંપર્કમાં હતા. શોવિક અને બાસિતની મુકાલાત ફૂટબોલ ક્લબમાં થઇ હતી. બાસિતે શોવિકની મુલાકાત સોહેલ સાથે કરાવી હતી, જે તેને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. NCBએ મુંબઈની એક કોર્ટમાં જણાવ્યું કે, સુશાંતના મૃત્યુ કેસમાં ડ્રગ્સ કનેક્શનમાં ધરપકડ કરાયેલા બાસિતે કહ્યું કે, શોવિકના કહેવા પર ડ્રગ્સ ખરીદતો હતો.

સેમ્યુઅલ મિરાન્ડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે હું સુશાંત માટે ડ્રગ્સ ખરીદતો હતો. સેમ્યુઅલને ઝૈદનો નંબર શોવિકે આપ્યો હતો. ઝૈદે પણ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે, સુશાંતના મૃત્યુ પછી જુલાઈના અંતમાં પણ તે સેમ્યુઅલને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ માટે શોવિકે રોકડા રૂપિયા આપ્યા હતા.

સેમ્યુઅલની પત્ની NCB ઓફિસ પહોંચી
ધરપકડના સમાચાર મળતાની સાથે સેમ્યુઅલ મિરાન્ડાનો વકીલ અને પત્ની NCB ઓફિસ પહોંચી ગયા. સેમ્યુઅલના વકીલે મીડિયાને જણાવ્યું કે, ‘મારી પાસે દેખાડવા માટે કઈ જ નથી. હું માત્ર તે જાણવા આવ્યો છું કે સેમ્યુઅલ પર કયા આરોપ છે અને તેને કઈ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

NDPSએ આ કલમ હેઠળ ધરપકડ કરી
આ દરમિયાન NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, શોવિક અને સેમ્યુઅલ પર દેશી અને વિદેશી ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. ટેક્નિકલ એવિડન્સ પછી બંનેની ધરપકડ કરી છે. અમને જે પુરાવા મળ્યા છે તેનો વિરોધ નહિ કરી શકે. બંનેને ઓફેન્સ ઓફ ડ્રગ્સ કન્ઝપ્શન, અરેન્જીંગ પ્રોક્યોરિંગ ડ્રગ જેમ કે NDPS સેક્શન 20B, 28, 28 હેઠળ અરેસ્ટ કર્યા છે. તેમાં 27A પણ સામેલ છે.

શોવિકની ધરપકડ પછી સુશાંતના પરિવારનો પ્રથમ રિસ્પોન્સ સામે આવ્યો છે. એક્ટરની બહેન શ્વેતાએ ટ્વિટર પર લખ્યું કે, ‘ભગવાન તમારો આભાર. અમને બધાને સત્યની દિશામાં માર્ગદર્શન આપતા રહો.

 

adv

Related News

post
post
post
post
post
post
post