• Home
  • News
  • સુશાંત કેસમાં CBI તપાસનો 7મો દિવસ:CBIની ટીમ રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી; સુશાંતના પિતાએ કહ્યું- રિયા મારા દીકરાને ઝેર આપતી હતી, તેની ધરપકડ કરવી જોઈએ
post

ડ્રગ કનેક્શનની તપાસ માટે નારકોટિક્સની ટીમ દિલ્હીથી મુંબઈ માટે રવાના

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 11:45:47

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ડ્રગ કનેક્શનનો ઘટસ્ફોટ થયા પછી સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રિયા ઘણા સમયથી મારા દીકરાને ઝેર આપતી હતી. રિયા અને તેના સાથીઓની ધરપકડ થવી જોઈએ.

CBIની ટીમ રિયાના ઘરે પહોંચી
CBI
ની ટીમ અભિનેત્રી રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી ગઈ છે. તો આ તરફ CBIએ રિયાના ભાઈ શોવિકની પૂછપરછ શરૂ કરી દીધી છે. સુશાંતના રૂમમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણીની પણ પૂછપરછ થઈ રહી છે. તપાસ એજન્સીએ એક મહિલાને પણ પૂછપરછ માટે બોલાવી છે. આ મહિલા કોણ છે, તેની ખબર પડી શકી નથી. CBI આજે રિયાની પણ પૂછપરછ કરી શકે છે.

બીજી તરફ રિયાના ડ્રગ કનેક્શનની તપાસ માટે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની ટીમ દિલ્હીથી મુંબઈ માટે રવાના થઈ ગઈ છે. NCBએ બુધવારે રિયા સહિત 5 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. રિયાની વોટ્સએપ ચેટથી ડ્રગ કનેક્શનનો ઘટસ્ફોટ થયો હતો. NCB પણ આજે રિયાની પૂછપરછ કરે તેવી શક્યતા છે.

રિયાએ સુશાંત સાથે યૂરોપ ટ્રિપ અંગેની વાતો જણાવી
રિયાનું એક ઈન્ટરવ્યૂ સામે આવ્યું છે. તેણે યૂરોપ ટ્રિપ દરમિયાન સુશાંતની તબિયત ખરાબ હોવાની વાત સ્વીકારી છે. તેણે જણાવ્યું કે, તેઓ એક એવી હોટલમાં રોકાયા હતા જેને જોઈને સુશાંતને બીક લાગતી હતી અને સુશાંત આખી રાત સુઈ શક્યા ન હતા. આ ઈન્ટરવ્યૂને ઓન એર કરવા અંગે સુશાંતની બહેને વિરોધ કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post