• Home
  • News
  • 8 સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ આખી રાત ધારણાં કર્યા, સવારે ઉપસભાપતિ ચા લઈને પહોંચ્યા તો સાંસદોએ ના પાડી; 2 વખત બિહરનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું- હરિવંશજી દિલદાર છે
post

કૃષિ બિલોના વિરોધમાં રાજ્યસભામાં હલ્લો કરવા બદલ 8 સાંસદને સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-22 10:50:57

કૃષિ બિલોના વિરોધમાં હલ્લો કરવા પર રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 8 વિપક્ષી સાંસદ આખી રાત ધરણાં પર રહ્યાં, ધરણાં હજી પણ ચાલુ છે. ઘણા નેતાઓએ જણાવ્યું કે ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે, જ્યારે સંસદ પરિસરમાં આખી રાત દેખાવો ચાલ્યા. જોકે વિધાનસભાઓમાં આવું થતુ રહે છે. ધરણાં કરી રહેલા સાંસદો માટે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ આજે સવારે ચા લઈને પહોંચ્યા હતા. જોકે સાંસદોએ તેમની ચા પીવાથી ઈન્કાર કર્યો હતો.

ઉપસભાપતિ સાથે અયોગ્ય વ્યવહાર કરવાને કારણે જ આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોએ રવિવારે કૃષિ બિલોના વિરોધમાં રાજયસભામાં હલ્લો કર્યો હતો. તેમણે સદનની રૂલબુક ફાડી હતી અને માઈકને તોડવાની કોશિશ પણ કરી હતી.

સસ્પેન્ડ થયેલા સાંસદોને સપોર્ટ કરવા માટે સોમવારે રાતે બીજા વિપક્ષોના સાંસદો પણ પહોંચ્યા હતા. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે, જ્યારે સંસદના પરિસરમાં જ આખી રાત દેખાવો ચાલ્યા હોય. જોકે વિધાનસભામાં આવું ચાલતું રહે છે.

2 સાંસદની ઉંમર 65થી વધુ, ડાયાબિટીસ પણ છે
ધરણાં પર બેઠેલા સાંસદોએ ઘરેથી તકિયાં અને બ્લેનકેટ ઉપરાંત મચ્છરને ભગાડવાની દવા પણ મગાવી હતી. ઈમર્જન્સી માટે સ્થળ પર એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને તેમના બે સાથીઓ કોંગ્રેસના રિપુન બોરા અને સીપીઆઈના ઈ. કરીમને લઈને છે, કારણ કે બંનેની ઉંમર 65 વર્ષથી વધુ છે અને બંનેને ડાયાબિટીસ છે.

8 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

·         ડેરેક ઓ બ્રાયન- તૃણમૂલ

·         ડોલા સેન- તૃણમૂલ

·         રિપુન બોરા- કોંગ્રેસ

·         રાજીવ સાતવ- કોંગ્રેસ

·         સૈયદ નઝીર- કોંગ્રેસ

·         સંજય સિંહ- આપ

·         ઈ. કરીમ- સીપીઆઈ

·         કે. કે. રાગેશ- સીપીઆઈ


બીજા વિપક્ષી નેતાઓના ઘરેથી ખાવાનું આવ્યું
એક સાંસદે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓના ઘરેથી વારાફરતી ખાવા-પીવાની ચીજો આવી રહી છે, જેથી ધરણાં પર બેઠેલા લોકોનું શુગર લેવલ ઘટે નહિ. શિવસેનાના સંજય રાઉત, એનસીપીનાં સુપ્રિયા સુલે, ડીએમકેના કનિમોઝી અને તિરુચી સિવા ધરણાં કરી રહેલા સાંસદો માટે ઈડલી લઈને પહોંચ્યાં હતાં.

adv

Related News

post
post
post
post
post
post
post