• Home
  • News
  • ટી સીરિઝના ‘હનુમાન ચાલીસા’નો યૂટ્યુબ પર રેકોર્ડ, એક અબજથી વધુ વાર વીડિયો જોવાયો
post

2011માં આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 10:53:26

મુંબઈ: સ્વ. ગુલશન કુમારને ભક્તિ સંગીત માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાની કંપની ટી-સીરિઝ હેઠળ આ ભક્તિ સંગીતના વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. તેમના નિધન બાદ દીકરા ભૂષણ કુમારે પિતાની પરંપરાને ચાલુ રાખી છે. હાલમાં જ ટી સીરિઝના હનુમાન ચાલીસાના વીડિયોને એક અબજથી વધુ વ્યૂઝ યૂટ્યુબ પર મળ્યાં હતાં. ભૂષણ કુમારે આ અંગે ટ્વીટ પણ કરી હતી. 

ટ્વીટમાં શું કહ્યું?
ભૂષણ કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું, ટી સીરિઝ પરિવાર માટે આજે આનંદનો સમય છે. આપણાં હનુમાન ચાલીસાનો વીડિયો યૂટ્યુબ પર 1 બિલિયન (એક અબજ)થી વધુ વ્યૂઝ મેળવનાર પહેલો ભક્તિ વીડિયો બની ગયો છે. ડેડી, તમારા આશીર્વાદ આ જ રીતે અમારી સાથે રહેશે અને આવા અનેક માઈલસ્ટોન મેળવવામાં અમારી મદદ કરશે.

2011માં અપલોડ કરવામાં આવ્યો હતો
હનુમાન ચાલીસાનો આ વીડિયો વર્ષ 2011માં 10 મેના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સ્વ. ગુલશન કુમાર જોવા મળે છે. સિંગર હરિહરણે હનુમાન ચાલીસા ગાયા છે. લલિત સેન તથા ચંદરે મ્યૂઝિક આપ્યું છે. ઓરિજિનલી હનુમાન ચાલીસાની રચના તુલસીદાસે કરી હતી. આ વીડિયો ટી સીરિઝની ભક્તિ સાગર ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોનું પૂરું નામ હનુમાન ચાલીસા - હનુમાન અષ્ટકછે. ઉલ્લેખનીય છે કે યૂટ્યુબ પર ટી સીરિઝને 140 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. જ્યારે ભક્તિ સાગર ચેનલને 29.3 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. ઉલ્લેખનીય છે કે ટી સીરિઝનું આ બીજું ગીત છે, જેને એક અબજથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ પહેલાં પંજાબી ગીત લૉગ લાચીને એક અબજથી વધુ વ્યૂ મળ્યાં હતાં. આ ગીત વર્ષ 2018માં 21 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યું હતું. આ ગીતને પંજાબી સિંગર મન્નત નૂરે ગાયું હતું.

ભારતમાં સૌથી વધુ જોવાયેલા ટોપ 10 યૂટ્યુબ મ્યૂઝિક વીડિયો

નંબર

ગીતનું નામ

વ્યૂઝ (અબજમાં)

ભાષા 

1

ફોનિક્સ સોંગ વિથ ટૂ વર્ડ્સ

2.57

અંગ્રેજી 

2

જ્હોની જ્હોની યસ પાપા

1.74

અંગ્રેજી

3

હમ્પ્ટી ટ્રેન ઔર ઉસકે ફલ

1.60

હિંદી

4

લકડી કી કાઠી

1.25

હિંદી

5

સરપ્રાઈઝ એગ્સ (નર્સરી રાઈમ્સ)

1.13

અંગ્રેજી

6

લૉગ લાચી

1.08 

પંજાબી

7

ચલ ચલ ગુર્રમ

1

તેલુગુ

8

હનુમાન ચાલીસા

1

હિંદી-સંસ્કૃત

9

નાની તેરી મોરની કે મોર લે ગયે

0.98

હિંદી

10

ફિંગર ફેમિલી સોંગ

 0.93

અંગ્રેજી

 

 

adv

Related News

post
post
post
post
post
post
post