• Home
  • News
  • ‘રશ્મિ રોકેટ’ ફિલ્મમાં ‘ભાવેશ જોશી’ ફેમ પ્રિયાંશુ પેનયુલિ તાપસી પન્નુના પતિના રોલમાં દેખાશે
post

ફિલ્મનું શૂટિંગ કચ્છ, મુંબઈ, દિલ્હી, દેહરાદૂન અને મસૂરીમાં શૂટિંગ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 08:58:22

મુંબઈ: તાપસી પન્નુ સ્ટારર સ્પોર્ટ્સ ફિલ્મ રશ્મિ રોકેટમાં નવી સ્ટારકાસ્ટની એન્ટ્રી થઇ છે. ભાવેશ જોશીફેમ એક્ટર પ્રિયાંશુ પેનયુલિ આ ફિલ્મમાં તાપસીના પતિના રોલમાં જોવા મળશે. તાપસી ફિલ્મમાં ગુજરાતી એથ્લીટના રોલમાં છે. પ્રિયાંશુએ તેના રોલ વિશે કહ્યું કે, ‘હું ફિલ્મમાં આર્મી ઓફિસરના રોલમાં છું અને આ મારા માટે ગર્વની વાત છે. હું ડિફેન્સ બેકગ્રાઉન્ડમાંથી આવું છું માટે યુનિફોર્મમાં રહેલ વ્યક્તિનો રોલ નિભાવવો જવાબદારીવાળું કામ છે.

ફિલ્મનું શૂટિંગ કચ્છ, મુંબઈ, દિલ્હી, દેહરાદૂન અને મસૂરીમાં શૂટિંગ થશે. તાપસી તેના રોલ માટે છેલ્લા બે મહિનાથી તૈયારી કરી રહી હતી. ફિલ્મની સ્ટોરીને લઈને ડિરેક્ટર આકર્ષ ખુરાનાનું કહેવું છે કે, ‘આ ફિલ્મ કોઈ સત્ય ઘટના પર આધારિત નથી પણ હા ઘણી બધી દેશની અને વિદેશની મહિલા એથ્લીટના જીવનમાં બનેલ સત્ય ઘટનાનું મિશ્રણ છે.ફિલ્મના પ્રોડ્યૂસર રોની સ્ક્રુવાલા છે.

કચ્છના ગામડાની છોકરીની સ્ટોરી

ફિલ્મ રશ્મિ રોકેટમાં તાપસી રશ્મિનું કેરેક્ટર પ્લે કરવાની છે જે કચ્છના એક ગામડામાં રહેતી હોય છે. રશ્મિ ઘણું ઝડપથી દોડતી હોય છે માટે ગામના લોકો તેને રોકેટ કહેતા હોય છે. જ્યારે તેને પોતાનો હુન્નર દેખાડવાનો મોકો મળે છે ત્યારે તે પીછેહઠ કરતી નથી અને આગળ વધે છે. ત્યારબાદ તેની જિંદગીમાં જે ઉતાર ચડાવ આવે છે તેના પર આખી સ્ટોરી આધારિત છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post