• Home
  • News
  • IIM અમદાવાદમાંથી ડિગ્રી લઈને ડ્રાઈવર પિતાનો પુત્ર નાની ઉંમરમાં બન્યો ડેરી કંપનીનો મોટો અધિકારી
post

Success Story: પિતા અમૂલ કંપનીમાં ડ્રાઈવર, પુત્ર હવે ડેરી કંપનીમાં બન્યો મોટો અધિકારી. 24 વર્ષીય હિતેશ સિંહને IIMમાંથી એગ્રી-બિઝનેસમાં અભ્યાસ બાદ કંટ્રી ડિલાઈટમાં એસોસિએટ મેનેજરની જોબની ઓફર મળી છે. હિતેશના પિતા નોકરીની શોધમાં બિહારથી ગુજરાત આવ્યા હતા. શરૂઆતમાં તેમણે 600 રૂપિયા પ્રતિ મહિનાના પગારમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-21 10:26:38

અમદાવાદઃ અમૂલ કંપનીમાં ડ્રાઈવરનું કામ કરનારા એક વ્યક્તિનો પુત્ર આજે યુવાઓ માટે એક મિસાલ બની ગયો છે. હિતેશ સિંહ નામના આ યુવકે માત્ર દેશના સૌથી પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ IIMમાંથી અભ્યાસ પૂરો કર્યો, અને પોતાની પસંદગીની નોકરી પણ હાંસલ કરી લીધી છે. 24 વર્ષના હિતેશને IIM અમદાવાદમાંથી અભ્યાસ બાદ કંટ્રી ડિલાઈટે એસોસિએટ મેનેજરની નોકરીની ઓફર મળી છે. શરૂઆતથી જ હિતેશનો રસ ડેરી સેક્ટરમાં હતો અને આ તેના માટે કોઈ સપનું પૂરું થવા જેવું છે. તેના રોલ મોડલ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ.સોઢી છે.

આર.એસ.સોઢીને મળ્યા પછી થયો પ્રભાવિત:
હિેતેશના પિતા GCMMFમાં જ ડ્રાઈવર છે. આ જ કારણે તેને અનેક વર્ષ પહેલાં R.S.સોઢીને મળવાની તક મળી. તેના પછીથી હિતેશ ખૂબ પ્રભાવિત થયો. હિતેશને સમય-સમય પર દેશના સૌથી મોટા ડેરી કો-ઓપરેટિવનું ગાઈડન્સ પણ મળ્યું.

ડેરી સેક્ટરમાં અનેક સંભાવનાઓ:
હિતેશ માને છે કે ભારતમાં દૂધની માગ મોટા પાયે છે. વર્તમાનમાં સંગઠિત ક્ષેત્રમાંથી કુલ માગના માત્ર 25 ટકા ભાગની જ ભરપાઈ થાય છે. તેનું કહેવું છે કે હજુ પણ તેમાં ગ્રોથની ભરપૂર સંભાવનાઓ છે. આ કારણ છે કે છેલ્લાં 4થી 5 વર્ષમાં સંગઠિત ક્ષેત્ર તેમાં સતત પોતાની રૂચિ દાખવી રહ્યું છે. એટલું જ નહીં મિલ્ક ટેક સ્ટાર્ટ અપ્સ પણ પોતાના ઈનોવેટિવ પ્રોડક્ટ્સની મદદથી માર્કેટમાં પોતાની પકડ બનાવી રહ્યું છે. દૂધના બજારમાં ટેકનિકલ વિકાસ અને અન્ય પ્રકારના સુધારાથી ગ્રાહકોને અનેક પ્રકારની સરળતા રહે છે.

ટ્યૂશન લીધું નહીં, સ્કોલરશિપથી કર્યો અભ્યાસ:
હિતેશે ગુજરાત મીડિયમ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો છે. 12મા ધોરણમાં તેને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં અભ્યાસ કરતાં 97 ટકા મળ્યા. હિતેશે સ્કૂલના દિવસોથી જ સ્કોલરશિપની મદદથી અભ્યાસ કર્યો છે. તેમણે ક્યારેય પણ પોતાના અભ્યાસમાં ટ્યૂશનનો સહારો લીધો નહીં. તેની માતા સરીતાબેને જ તેના અભ્યાસમાં મદદ કરી. 12મા ધોરણ પછી તેમણે ગુજરાતની આણંદ એગ્રીકલ્ચર યૂનિવર્સિટીના SMC કોલેજ ઓફ ડેરી સાયન્સમાંથી ડેરી ટેકનોલોજીમાં બીટેક કર્યું. કોમન એડમિશન ટેસ્ટમાં તેણે 96.12 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.

પિતાએ 600 રૂપિયામાં સિક્યોરિટીની નોકરી કરી:
હિતેશના પિતા પંકજ સિંહ કામની શોધમાં બિહાર છોડીને ગુજરાત આવ્યા હતા. શરૂઆતના દિવસોમાં તેમણે 600 રૂપિયામાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી. તેના પછી ડ્રાઈવિંગ શીખીને 2007માં GCMMFમાં ડ્રાઈવરની નોકરી કરવા લાગ્યા. જોકે આજે આ જ ડ્રાઈવરનો પુત્ર કંટ્રી ડિલાઈટમાં એસોસિએટ મેનેજરના પદ પર નોકરી કરે છે. અને લાખો રૂપિયાનો પગારદાર છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post