• Home
  • News
  • તમન્ના ભાટિયાએ બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે આપ્યા પોઝ:'લસ્ટ સ્ટોરીઝ 2'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા લવ બર્ડ્સ; ફેન્સે કહ્યું, 'સૌથી ક્યૂટ કપલ'
post

'લસ્ટ સ્ટોરીઝ 2'માં તમન્ના અને વિજયની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ જોવા મળશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 18:49:28

એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને એક્ટર વિજય વર્મા આજકાલ તેમના સંબંધોને કારણે ચર્ચામાં છે. હાલમાં જ બંને તેમની આગામી ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં તમન્ના અને વિજય તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા બાદ પહેલીવાર સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

પોઝ આપતાં વિજય શરમાવા લાગ્યો
ઈવેન્ટમાં તમન્નાએ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે વિજય ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન, અભિનેતા તમન્ના સાથે પોઝ આપતી વખતે થોડો શરમાતો જોવા મળે છે. પરંતુ બંને એકસાથે ખૂબ જ સુંદર લાગે છે.

ફેન્સે સૌથી સુંદર કપલ ગણાવ્યું
વીડિયો વાઇરલ થતા જ ફેન્સ બંને પર પ્રેમ વરસાવી રહ્યા છે. વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘ક્યુટેસ્ટ કપલ’. બીજાએ લખ્યું, વિજય ખૂબ નસીબદાર છે. તો ત્રીજાએ લખ્યું, 'સુંદર કપલ'.

'લસ્ટ સ્ટોરીઝ 2' 29 જૂને રિલીઝ થશે
'લસ્ટ સ્ટોરીઝ 2'માં તમન્ના અને વિજયની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ જોવા મળશે. આ સિવાય નીના ગુપ્તા, અમૃતા સુભાષ, અંગદ બેદી, કુમુદ મિશ્રા, કાજોલ, મૃણાલ ઠાકુર અને તિલોત્તમા શોમ લીડ રોલમાં છે. આ ફિલ્મ 29 જૂને OTT પર સ્ટ્રીમ થવાની છે. જ્યારે આ ફિલ્મનું નિર્દેશન આર બાલ્કી, કોંકણા સેન શર્મા, સુજોય ઘોષ અને અમિત શર્માએ કર્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post